Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

વડોદરામાં વિદેશ મોકલવાના બહાને આણંદના શખ્સ પાસેથી ચાર લાખ પચાવી છેતરપિંડી આચરનાર ઠગ વિરુદ્ધ ગુનો દાખલ

આણંદ:જિલ્લાના ઓડ ગામે રહેતા પરેશકુમાર મહીજીભાઇ પટેલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે,મેં બી.એસ.સી.કેમેસ્ટ્રિનો અભ્યાસ કર્યો છે.મારા બે ભાઇઓ ખેતીકામ કરે છે.ંમેં અને ે મારી પત્નીએ વિદેશ કમાવા જવાનું નક્કી કર્યુ હતું.અને સારા એજન્ટની  તપાસમાં હતા.સયાજીગંજના અલંકાર ટાવરમાં ફોટોગ્રાફરની એાફિસ ચલાલતા મારા મિત્ર રવિ બારોટ (રહે.નડિયાદ)ને મેં કહ્યુ હતુ કે,મારે લંડન જવુ છે.કોઇ સારો એજન્ટ હોય તો મને કહેજે.રવિએ મને વિશ્વાસ અપાવતા કહ્યુ હતું કે,મારી  પાસે એક વિશ્વાસુ એજન્ટ છે.તેણે ઘણા બધાના કામ કર્યા છે.તારા કામની બાંહેધરી હું લઉં છુ.તું મારી અલંકાર ટાવરમાં આવેલી એાફિસે આવી જજે.

ચાર દિવસ પછી ભાવેશે મને ફોન કરીને કહ્યુ હતુ કે,દિલ્હી ખાતે અઢી લાખ રૃપિયા અને તમારા બંનેના પાસપોર્ટ લઇને આવી જાવ.જેથી,હું અને મારી  પત્ની દિલ્હી ગયા હતા.ભાવેશે મને કહ્યુ હતું કે,આ રૃપિયાને પાઉન્ડમાં કન્વર્ટ  કરાવવા પડશે.અઢી લાખ રૃપિયા મારા  એકાઉન્ટમાં જમા કરાવવા પડશે. ભાવેશના કહેવાથી મેં  રૃપિયા તે એકાઉન્ટમાં જમા કરાવી દીધા હતા.બે દિવસમાં ટિકિટ મળી જશે તેવી ખાત્રી ભાવેશે આપતા હું અને મારા પત્ની દિલ્હીમાં જ  રોકાઇ ગયા હતા.બે દિવસ પછી ભાવેશને ફોન કર્યો હતો.પરંતુ,તેનો ફોન લાગતો નહતો.જેથી,મેં રવિ બારોટને કોલ કરી ને કહ્યુ  હતુ કે,ભાવેશ તારો વિશ્વાસુ છ,ે તેવુ તારા કહેવાથી મેં તેની પાસે કામ કરાવ્યુ છે.અને હવે તેનો ફોન લાગતો નથી.રવિએે મને સાંત્વના આપતા કહ્યુ હતું કે,તમે પાછા આવતા  રહો.કોઇ વાંધો નહી આવે તેના ઘરે જઇને તપાસ કરીશુ.ઘરે પરત આવીને અમે ભાવેશના વડોદરા તાલુકાના સોખડા ગામે ગયા હતા.પરંતુ,તે ઘરે મળી આવ્યો ન હતો.પરંતુ,ભાવેશ મારા ફોન  પર કેટલાક  રેકોર્ડિંગ મોકલતો હતો.જેમાં એવી ધમકી આપતો હતો કે,તારાથી થાય તે કરી લેજે. અને જો તેંે પોલીસ કેસ કર્યો છે તો હું રૃપિયા આપવાનો નથી. ત્યારબાદ મને તપાસ કરતા જાણ થઇ હતી કે, ભાવેશે મારા ઉપરાંત અન્ય લોકો પાસેથી પણ વિદેશમાં મોકલવાના બહાને લાખો રૃપિયા પડાવી લીધા છે.સયાજીગંજ પોલીસે ભાવેશ ઘનશ્યામભાઇ તથા રવિ બારોટ સામે ગુનો  દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:13 pm IST)