Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

વલસાડમાં કોરોનામાં મૃતકોની સંખ્યામાં સતત વધારો થતા સ્વજનોના મૃતદેહો લેવા પરિવારજનોને કરવો પડે છે કલાકોનો ઇંતઝાર

વલસાડઃ રાજયમાં કોરોના વાયરસા કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વધી રહેલા કેસ સાથે મૃત્યુઆંકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વલસાડ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ પામેલા સ્વજનોની લાશ લેવા પરિવારજનોએ પણ કલાકો સુધી રાહ જોવી પડી રહી છે.

ગુજરાતમાં કોરોનાના કેસ સાથે હવે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે જેથી સરકાર દ્વારા તમામ લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. દરરોજના હજારોની સંખ્યામાં કેસ આવતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે હોસ્પિટલમાં કામ કરતા 200 થી વધુ કર્મચારીઓને છેલ્લા 4 માસથી પગાર ન મળતા હડતાળ પર ઉતર્યા હતા. જો કે, સ્ટાફ હડતાળ પર ઉતરી આવતા લોકોમાં ભારે હાલાકી જોવા મળી રહી છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાથી અને અન્યા બીમારીના કારણે મૃત્યુ થયેલા લોકોના મૃતદેહ લેવા આવેલા પરિવારજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પરિવારજનોને પોતાના સ્વજનો જે કોવિડમાં મૃત્યુ પામ્યા છે તેઓને અંતિમ સમયે જોવા માટે સિવિલ હોસ્પિટલ આમથી તમે ફાંફા મારવાનો વારો આવ્યો છે. સાથે જ, જે લોકો નોન કોવિડમાં મૃત્યુ પામ્યા છે તેવા લોકોના પરિવારજનો પોતાના સ્વજની લાશનો કબજો મેળવવા માટે 24 કલાક થઈ રાહ જોઈ રહ્યાં છે.

કર્મચારીઓની હડતાળના કારણે સિવિલમાં મૃત્યુ પામેલા લોકોની બોડી મેળવવા PM રૂમ બહાર રાહ જોવી પડી રહી છે. પોસ્ટમોર્ટમ રૂમમાં ટોળા ઉભરાઈ રહ્યાં છે. પરિવારજનોએ હાલાકી ભોગવી પડી રહી છે. વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકોના પરિવારજનોએ સિવિલ સુપરિટેન્ડન્ટને રજુઆત કરતા તેઓએ તાત્કાલિક PM રૂમ ઉપર જઈને તમામ પરિવારજનોની લાશનો કબ્જો આપવાની કાર્યવાહી હાથ ધરવાની સૂચના આપવામાં આવી હતી. જેને લઈને હડતાળ ઉપર ઉતરેલા હળતાલિયા કર્મચારીઓને પણ આજે પગાર થવાની ખાતરી આપતા હડતાળ સમેટી લેવા જણાવ્યું હતું.

રાજકોટમાં કોરોનાથી 24 કલાકમાં 82 દર્દીએ જીવ ગુમાવ્યો

રાજ્યમાં કોરોના વાયરસની બીજી મહામારી ઘાતક સાબિત થઇ રહી છે. રાજ્યમાં કોરોનાના કેસ દરરોજના 7 હજારની પાર આવી રહ્યા છે અને કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સાથે સાથે મૃતકઆંક પણ વધી રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉન ગણાતા રાજકોટમાં કોરોના વાયરસને કારણે મોતનો આંક વધી રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 82 દર્દીના મોત થયા છે જ્યારે બપોર સુધીમાં જ 318 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

(5:36 pm IST)