Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

દહેગામના શહેર સહીત તાલુકામાં પોલીસે દરોડા પાડી બાતમીના આધારે જુગાર રમતા સાત શખ્સોને 73 હજારની રોકડ સાથે ઝડપ્યા

દહેગામદહેગામ શહેર અને તાલુકામાં જુગાર મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હાલીસા ગામની સીમમાં જુગાર રમાઈ રહયો હોવાની બાતમીના આધારે દહેગામ પોલીસે દરોડો પાડીને સાત જુગારીઓને ઝડપી પાડયા હતા જેમની પાસેથી ૭૩૬૧૦ રૃપિયાની રોકડ કબ્જે લઈ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જુગારની બદી ફુલીફાલી છે ત્યારે દહેગામ પોલીસના પીઆઈ જે.કે.રાઠોડને બાતમી મળી હતી કે હાલીસા ગામની સીમમાં પસાર થતી નર્મદા કેનાલ નજીક ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહયું છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળે દરોડો પાડીને જુગાર રમતાં રઈજીજી કાંતિજી ઠાકોર રહે.ઝાંકસંદીપસિંહ દલપતસિંહ ઠાકોર રહે. વાસણા રાઠોડઅજયકુમાર પ્રતાપસિંહ રાઠોડ રહે.વાસણા રાઠોડઆકાશભાઈ તેજાભાઈ રબારી રહે.રતનપુર વસ્ત્રાલગાંડાભાઈ મફાભાઈ રબારી રહે.વસ્ત્રાલકેતનકુમાર શાંતિલાલ સુથાર રહે. યશોદા ચોકડી અમદાવાદ અને શંકરલાલ દેવજીભાઈ પટેલ રહે. મેમ્કો અમદાવાદને ઝડપી લીધા હતા. પોલીસે દાવ ઉપરના ૭૫૫૦ અને જુગારીઓ પાસેથી ૬૬૦૬૦ મળી કુલ ૭૩૬૧૦ની રોકડ કબ્જે કરી હતી. પોલીસે જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

(6:07 pm IST)