Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

IITEના તમામ કોર્સમાં પ્રવેશ માટે i3T પ્રવેશ પરીક્ષા ૧૮મીએ

રાજકોટ,તા. ૧૮ : ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (IITE), ગાંધીનગર તથા તેને સંલગ્ન તમામ બી.એડ. કોલેજોમાં ચાલતા વિવિધ સ્નાતક, અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો તથા પીએચ.ડી. જેવા સંશોધનાત્મક કાર્યક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ખાસ પ્રવેશ પરીક્ષા i3T (Integrated Test for Teacher Trainee)નું આયોજન કરવામાં આવશે. આ પરીક્ષા આગામી ૧૮ જુલાઈ, રવિવારના રોજ લેવાશે.

વિવિધ ઇન્ટિગ્રેટેડ સ્નાતક, અનુસ્નાતક અને રીસર્ચના કાર્યક્રમોમાં ઉપલબ્ધ કુલ ૩૪૩૦ બેઠકો પર પ્રવેશ મેળવવા માટે લગભગ ત્રણ ગણી ૧૦૭૨૪ ઓનલાઇન એપ્લિકેશન આવેલ છે. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોને ધ્યાનમાં રાખીને આ પરીક્ષા રાજયના ૩૮ કેન્દ્રો(સ્થળો) પર લેવામાં આવશે. પરીક્ષા કેન્દ્રમાં દરેક બ્લોકમાં (એટલે કે પ્રત્યેક રૂમમાં) માત્ર ૨૦ ઉમેદવારો પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે, જેથી સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ શકે. આઈઆઈટીઈ સાથે સંલગ્ન રાજયની તમામ સરકારી અને ગ્રાન્ટ-    ઇન-એઇડ બી.એડ. કોલેજોમાં ચાલતા બે વર્ષના બી.એડ.     અભ્યાસક્રમની કુલ ૨૯૫૦ બેઠકો માટે કુલ ૯૪૦૩ (ત્રણ ગણા)     ઉમેદવારો પરીક્ષા આપશે. આઈ.આઈ.ટી.ઈ.ના સેન્ટર ઓફ      એજયુકેશન દ્વારા બી.એસસી.-બી.એડ. તથા બી.એ.-બી.એડ.ના     પ્રત્યેક ચાર વર્ષના ઇન્ટિગ્રેટેડ અભ્યાસક્રમમાં ઉપલબ્ધ ૨૦૦       બેઠકો માટે ૭૩૮(સાડા ત્રણ ગણા) ફોર્મ્સ મળ્યાં છે. શિક્ષણ     વિદ્યાશાખામાં      સંશોધનાત્મક કાર્યક્રમ પીએચ.ડી.ની     ઉપલબ્ધ ૩૦ બેઠકો માટે ૧૫૯     (પાંચ ગણા) ફોર્મ્સ ભરવામાં     આવ્યા છે. આ ઉપરાંત, ત્રણ વર્ષના     ઇન્ટિગ્રેટેડ ઇનોવેટિવ     એમ.એસસી./એમ.એ.-એમ.એડ.ના અભ્યાસક્રમ માટે     ઉપલબ્ધ ૧૦૦ બેઠકો માટે ૪૨૪(ચાર ગણા) ફોર્મ્સ મળ્યાં છે.

    કુલ ૧૨૦ ગુણની દોઢ કલાકની OMR થી પરીક્ષા લેવાશે. ચાર     પ્રવેશ લેવલ માટે ૪ જુદા જુદા પ્રશ્નપત્રોથી પરીક્ષા     લેવાશે.     જેનું પરિણામ ૨૨ જુલાઇ ૨૦૨૧ના રોજ જાહેર થશે. એમ      યુનિવર્સિટીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(4:09 pm IST)