Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

વિશ્વમાં સૌથી મોટી વિલ્મસ ટયુમરનું સફળ ઓપરેશન

માત્ર ત્રણ વર્ષની વય અને ૧૪ કિલો વજનની બાળકીના શરીરમાં હતી ૩ કિલોની કેન્સરની ગાંઠ

અમદાવાદ, તા. ૧પ :  શહેરના ડોકટરોએ ત્રણ વર્ષની ૧૪ કિલોવજન ધરાવતી બાળકીની કીડની સાથે જોડાયેલી ત્રણ કિલોથી વધારે વજન વાળી કેન્સરની ગાંઠ કાઢી છે. આ ડોકટરોનો દાવો છે કે વિલ્મસ ટયુમર નામની કેન્સરની આ ગાંઠના આ ઉમરમાં વિશ્વમાં સૌથી મોટી ગાંઠ છે. શહેરની એપોલો હોસ્પિટલમાં આ સફળ સર્જરી કરાયાનો દાવો કરાયો છે.

પેટ સતત ફુલતુ હોવાના કારણે બાળકીને સારવાર માટે શહેરની એપોલો હોસ્પિટલમાં સીબીસીસી કેન્સર કેર વિભાગમાં દાખલ કરાઇ હતી. હોસ્પિટલના બાળક રોગ નિષ્ણાંત ડો. પુષ્કર શ્રીવાસ્ત્વ અને તેમની ટીમને તપાસ કરતા ખબર પડી કે બાળકી વિલ્મસ નામની કેન્સરની ગાંઠથી પીડિત છે. ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડોકટરોએ આ બાળકીનું તાત્કાલિક અપોરેશન કરવાનો નિર્ણય કર્યો હતો. હોસ્પિટલના કેન્સર સર્જન ડો. નિતિન સિંધલનું કહેવું છે કે ત્રણ વર્ષની બાળકીના શરીરમાં વિલ્મ્બસની આ ગાંઠ સૌથી મોટી છે.

તેમણે કહ્યું કે આ ટયુમર બાળકીની કીડની પાસે જ હતી. બીજી તકલીફ એ હતી કે બાળકીની બન્ને કીડનીઓ એક બીજા સાથે જોડાયેલી હતી. જેને હોર્સ શૂ કહેવામાં આવે છે. એક કીડનીની સાથે આ ગાંઠને ઓપરેશન કરીને કાઢી નાખવામાં આવી. આ ગાંઠ બાળકીના કુલ વજનના રર ટકા  જેટલી વજનદાર હતી. જેના કારણે તે બરાબર શ્વાસ પણ નહોતી લઇ શકતી. ઓપરેશન પછી તેને કિમોથેરાપીનો એક ડોઝ આપીને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઇ હતી.

(4:11 pm IST)