Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

વડોદરા જિલ્લાના સાવલી નજીક માતાજીના દર્શનના બહાને જુગાર રમવા આવેલ 19 જુગારીઓને સાવલી પોલીસે રંગે હાથે ઝડપી પાડયા

વડોદરા:જિલ્લાના સાવલી નજીક આવેલા ભમ્મરઘોડા ગામ ખાતે માતાજીના દર્શનના બહાને જુગાર રમવા પહોંચેલા વડોદરાના 19 જુગારીઓને સાવલી પોલીસે દરોડો પાડી ઝડપી પાડયા હતા .જ્યારે દરોડા દરમિયાન એક અજાણ્યા વ્યક્તિ નાસી છૂટતા વાહન નંબરના આધારે તેની શોધખોળ હાથ ધરી છે.

વડોદરા જિલ્લાની સાવલી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, ભમ્મરઘોડા ખાતે આવેલા મેલડી માતાના મંદિર પાસે ગાંડીયા પુરા તરફ જવાના માર્ગ ઉપર વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં રહેતો નામચીન અરુણ ખારવા કેટલાક વ્યક્તિઓ સાથે દર્શન કરવા આવી 20 જેટલા વ્યક્તિઓને જુગાર રમાડી રહ્યો છે. જેના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા કાદર વાણી, વિકાસભાઈ રાણા, જાવેદભાઈ ઘાંચી, નારણભાઈ માળી, સંજયભાઈ માળી, અજય ભાઈ માળી, ગૌરવભાઈ રાણા ( તમામ રહે- નાગરવાડા ,વડોદરા) રાજુભાઈ અગ્રવાલ (રહે- સયાજીગંજ, વડોદરા), અરૂણભાઇ ખારવા ( રહે - નવાપુરા, વડોદરા) વિશાલ ભાઈ મોદી (રહે -આજવા રોડ ,વડોદરા), ભાવેશભાઈ રાણા ( રહે- કારેલીબાગ, વડોદરા)  દીપકભાઈ પટણી, શરદભાઈ સોલંકી, ચંદુભાઇ ચૌહાણ, અક્ષય ભાઈ પટણી, હિતેશભાઈ ચૌહાણ, દેવાંગભાઈ સીકલીગર, ઇન્દ્રજીત પારેખ (રહે- રાવપુરા, વડોદરા), રવિભાઈ માળી ( રહે- ગાજરાવાડી ,વડોદરા) ને ઝડપી પાડયા હતા. પોલીસે તમામ આરોપીઓની જુગાર ધારા અધિનિયમ હેઠળ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:17 pm IST)