Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ: ગાંધીનગરમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં ટાસ્કફોર્સની બેઠક યોજાઈ:પાંચ સેક્ટર માટે પેટા સમિતિની રચના

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઝડપભેર અને અસરકારક રીતે અમલ થાય તે દિશામાં પહેલ

અમદાવાદ : નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિનો રાજ્યમાં અસરકારક રીતે અમલ થાય તે માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રચવામાં આવેલ ટાસ્ક ફોર્સ કમિટીની આજે ગાંધીનગર ખાતે પ્રથમ બેઠક મળી હતી

 શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠકમાં કુલ પાંચ સેક્ટર માટે પેટા સમિતિની રચના કરવામાં આવી હતી. આ પાંચ ક્ષેત્રોમાં ફાઉન્ડેશનલ   એજ્યુકેશન, સાર્વત્રિક પ્રવેશ અભ્યાસક્રમ અને મૂલ્યાંકન શાળા સંકુલ તથા પ્રશિક્ષણ અને શિક્ષણ માં ટેકનોલોજી નો ઉપયોગ જેવા ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે .  આ તમામ ક્ષેત્રોમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઝડપભેર અને અસરકારક રીતે અમલ થાય તે દિશામાં આજે રચાયેલી પેટા સમિતિઓ આગામી દિવસોમાં કાર્યરત બનશે

(9:11 pm IST)