Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

સુરતના ઈચ્છાપોરમાં પોયલીસના સ્વાંગમાં કારખાનેદાર પાસેથી પૈસાની માંગણી કરનાર વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેરના હજીરા રોડ સ્થિત ઇચ્છાપોર ખાતે આવેલા આર.જે.ડી. ટેક્સટાઇલ પાર્કમાં ખાતા નં. 193, 194 માં કાપડનું કારખાનું ધરાવતા દિનેશ છીતુભાઇ પટેલ (.. 53 રહે. રાધાકિશન મંદિરની સામે, પીપલોદ) ના કારખાનામાં ગત બપોરે બે યુવાનો પોલીસના ડ્રેસમાં આવ્યા હતા અને તેઓ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાંથી આવ્યા છે અને પોલીસનો જમણવાર કરવાનો હોવાથી 1 હજાર રૂપિયાની માંગણી કરી હતી

પોલીસનો જમણવાર હોવાથી કારખાનેદારે 1 હજાર રૂપિયા આપ્યા હતા અને લાલ કલરના ચોપડામાં પોતાનું નામ લખી સહી કરી હતી. પરંતુ ઓફિસમાંથી બહાર નીકળતી વેળા બંન્ને ઠગ યુવાને પહેરેલી ખાખી વર્દી જોતા શંકા ગઇ હતી અને કારખાનેદારે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી પોલીસ જમવાના નામે પૈસા ઉઘરાવે છે તે વાત સાચી છે એમ પુછયું હતું. પરંતુ કંટ્રોલ રૂમે ઇન્કાર કર્યો હતો અને તુરંત જ ઇચ્છાપોર પોલીસને જાણ કરી હતી. 

(5:15 pm IST)