Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

વિરમગામ શહેર ભાજપ દ્વારા આંખની લાયન્સ હોસ્પિટલમાં વિના મૂલ્યે 70 ચશ્માંનું વિતરણ કરાયુ

વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા (વિરમગામ) : વિરમગામ શહેર ભાજપ દ્વારા  આંખની લાયન્સ હોસ્પિટલમાં વિના મૂલ્યે 70 ચશ્માંનું વિતરણ કરવામાં આવ્યું હતું.  "સેવા સપ્તાહ " નિમિત્તે વિશ્વમાં જેમણે ભારત દેશ નું નામ મોખરે કર્યું તેવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના 70 માં જન્મ દિવસ નિમિત્તે સેવા યજ્ઞ કર્યો હતો. આ કાર્યક્રમમાં ડો.તેજશ્રીબેન પટેલ, નરેશભાઇ શાહ, હિતેશભાઇ મુનસરા, રીનાબેન પંડ્યા, મહેશભાઈ પરમાર, ડો.મહેન્દ્રભાઇ જાદવ સહીતના ભાજપના હોદ્દેદારો કાર્યકરો સહિત લાયન્સ ક્લબ પ્રમુખ મુર્તઝા પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

(6:53 pm IST)