Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

પતિએ પત્નીનું ધ્યાન રાખવા માટે ઘરમાં કેમેરા લગાવ્યા

મહિલા પર ગુજારવામાં આવતા ત્રાસની ઘટના કેદ : મહિલા ઘરમાં શું કરે છે તેના પર નજર રાખવા શિકાગોમાં રહેતા પતિએ બેડરૂમ સહિત આખા ઘરમાં કેમેરા લગાવડાવ્યા

વડોદરા,તા.૧૫ : અમદાવાદઃ અમેરિકાના શિકાગોમાં રહેતા એનઆરઆઈ દ્વારા તથા તેના માતા-પિતા દ્વારા ઘરના દરેક ખુણામાં સીસીટીવી કેમેરા ગોઠવીને પત્ની તેના પર સતત નજર રાખવામાં આવી રહી હતી. હવે આ જ કેમેરામાં પરિણીતાનો પતિ તેને મારતો હોવાનું કેદ થયું છે. આ પુરાવાના આધારે પરિણીતાના પતિ તથા તેના સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાઈ છે. ગાંધીનગરના સેક્ટર-૧૪માં રહેતી ૩૨ વર્ષની મહિલા સાથે આ ઘટના બની છે, જેણે પોતાના પર તથા અત્ચારો અંગે ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ શિકાગોમાં રહેતા અને આઈટી કંપનીમાં નોકરી કરતા પતિ તથા સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી છે. ૩૨ વર્ષની પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તેણે ગાંધીનગરમાં સેક્ટર-૨૫માં રહેતા એનઆરઆઈ સાથે ૨૭ નવેમ્બર ૨૦૧૧ના રોજ લગ્ન કર્યા હતા. નવેમ્બર ૨૦૧૪માં તેણે પહેલા બાળકને જન્મ આપ્યો હતો.

       છોકરીને જન્મ આપ્યો હોવાથી તેના પતિ તથા સાસુ-સસરા દ્વારા તેને સતત ત્રાસ આપવામાં આવતો હતો. પરિણીતાનો પતિ ડિસેમ્બર ૨૦૧૪માં શિકાગો ગયો હતો જ્યારે પત્ની ગાંધીનગરમાં સાસુ-સસરા સાથે રહેતી હતી. પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે તેના આગ્રાહ બાદ પતિ તેને તથા તેના સાસુ-સસરાને જૂન ૨૦૧૫માં શિકાગો લઈ ગયો હતો. પરિણીતાનો પતિ શિકાગોમાં ફ્લેટ લેવા માટે પત્ની પાસે દહેજની માગણી કરી રહ્યો હતો. નવેમ્બર ૨૦૧૮માં પરિણીતા તથા તેના સાસુ-સસરા ગાંધીનગર આવી ગયા હતા. આ પછી પરિણીતા નાની-નાની બાબતોમાં ઝઘડા કરવામાં આવતા હતા. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમણે (પતિ અને સાસુ-સસરા) ઘરના દરેક ખુણામાં તથા બેડરૂમમાં પણ સીસીટીવી લગાવડાવ્યા હતા, જેથી તેઓ પરિણીતા પર દરેક સમયે ચોક્કસ નજર રાખી શકે. પરિણીતાએ જણાવ્યું કે, તે જ્યારે પ્રેગનેન્ટ હતી ત્યારે તેનો પતિ શિકાગોથી માર્ચ ૨૦૧૯માં પરત આવ્યો હતો. ડિસેમ્બર ૨૦૧૯માં તેણે બીજા બાળકને જન્મ આપ્યો હતો. આ વખતે તેણે છોકરાને જન્મ આપ્યો હતો.

(7:14 pm IST)