Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

અમે સરકાર પાસે ભીખ નથી માંગતા,અલ્ટીમેટમ આપીએ છીએ. જો કેસ પાછા નહિ ખેંચાય તો અમે પાવર બતાવીશું

જસદણમાં પાટીદાર સમાજ એક મંચ : સામાજિક એકતાના અનેરા દર્શન સાથે ખાંડા ખખડાવ્યા

રાજકોટના જસદણમાં પાટીદાર સમાજ એક મંચ હતો. સામાજિક એક્યના ભાવ અને સમાજ ઉથ્થાનના નિર્ધાર સાથે નવી પેઢીમાં ગણતર સાથે ભણતરનો ભાવ પ્રકટે તેવી જ્યોત જલાવવા પાટીદાર સમાજ વરસોથી મહેનત કરી રહ્યો છે. જસદણમાં સમાજના વરિષ્ઠ આગેવાનો મંચસ્થ થયા હતા. ખોડલધામ મંદિરના ટ્રસ્ટી નરેશ પટેલએ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજ કોની સાથે છે તે સમય બતાવશે. પાટીદાર યુવકોના આંદોલન વેળાની વાતને યાદ કરતા તેઓએ કહ્યું કે, પાટીદારો પર કરવામાં આવેલા કેસો હજુ સુધી પરત ખેંચવામાં આવ્યા નથી અને તમામ   કેસો પરત ખેંચવામાં આવે તે માટે સરકારમાં રજુઆત કરવામાં આવશે.  

જસદણમાં પાટીદાર સમાજના કાર્યક્રમમાં ખોડલ ધામના ટ્રસ્ટી અને પાટીદાર સમાજસેવી નરેશ પટેલએ સમાજની પ્રગતિથી દેશની પ્રગતિની વાત કરી,પાટીદાર સમાજનું સાર્વત્રિક પ્રભુત્વ કેળવાય તેવી વાત કરી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા ચાર-પાંચ વર્ષમાં પાટીદાર સમાજના યુવાનોએ પોતાની શક્તિ દેખાડી દીધી છે. મંચ પર બેઠેલા હાર્દિક અને અલ્પેશ તરફ ઇશારો કરી તેમણે આ નિવેદન આપતા ઉમેર્યું કે, સમાજ જે સંગઠન ઇચ્છતો હતો તે યુવાનોએ કરી બતાવ્યુ છે,હું કોઈના અહીં નામ નથી લેતો.પણ સરપંચથી સાસંદ પણ પાટીદાર હોવો જોઇએ.અને ક્લાર્કથી લઈને કમિશનર - કલેક્ટર પણ પાટીદાર હોવો જોઇએ.એ આપની સામાજિક તાકાત બનશે. આપણો અધિકારી સારી જગ્યા પર બેસશે તો સમાજના કામ કરશે.આ માટે અધિકારીને સારી જગ્યાએ બેસાડવા સારા રાજકારણીની જરૂર પડશે. માટે એવા રાજકારણીઓ ચૂંટજો કે જે ખુરશી પર બેસીને સમાજ સામે જુએ.

 

આ જ મંચ પરથી પાટીદાર મહિલા નેતા ગીતા પટેલે પણ સ્ફોટક નિવેદન આપતા કહ્યું કે, નારેશ્ભાઈની વાતને મારું પૂરું સમર્થન છે. પાટીદાર આંદોલન સમયના કેસ હજુ પાછા નથી ખેંચાયા. અમે સરકાર પાસે ભીખ નથી માંગતા પણ અલ્ટીમેટમ આપીએ છીએ. જો કેસ પાછા નહિ ખેંચાય તો અમે પાવર બતાવીશું. 

 

પાટીદાર સમાજના SPGના સંયોજક લાલજી પટેલે આ તકે ઉપસ્થિત રહીને બે મોટી અને મહત્વની માંગણીઓ સમાજ સાથે મળીને સરકાર પાસે મૂકી છે.પાટીદાર આંદોલન વેળા જે કઈ ઘટનાઓ ઘટી અને જે યુવકો મોતને ભેટ્યા હતા તેમના પરિવારોને નોકરી અને સમાજના યુવકો પર થયેલા કેસ પાછા ખેંચવાની વાતને દોહરાવી હતી. માગણીઓને છ-છ વર્ષથી પૂર્ણ કરવમાં નથી આવી.ત્યારે હવે પાટીદાર મુખ્યમંત્રી છે ત્યારે સમાજના વડીલોને સાથે રાખી રજૂઆત કરીશું. લાલજી પટેલે એક ગર્ભિત ઈશારો કરતા એમ પણ કહ્યું કે, માંગણીઓ સંતોષવામાં ન આવે તો આગામી ચૂંટણી પર અસર પડશે. તો વરુણ પટેલે પણ આહ્વાન કરતા કહ્યું કે, માંગણીઓ સંતોષવામાં ન આવે તો આગામી ચૂંટણી પર અસર પડશે. આંદોલનકારીઓ સમાજ માટે લડી રહ્યા છે

 

ઉલ્લેખનીય છે કે,ખોડલ ધામના ટ્રસ્ટી નરેશ   પટેલે છ -સાત મહિના પહેલા ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને લઈને ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર હોવા જોઈએ તેવી તીવ્ર લાગણી અને સુચિતાર્થ માંગણી કરી હતી. ધાર્મિક સ્થળેથી રાજનીતિક નિવેદનને લઈને ત્યારે ભારે-તર્ક વિતર્ક થયા હતા.ત્યાર બાદ રાજ્યમાં તખ્ત પલટાયો અને   ગુજરાતને ભુપેન્દ્ર પટેલના રૂપમાં પાટીદાર મુખ્યમંત્રી મળ્યા છે.

(9:24 pm IST)