Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

ખેડા હાઈવે પર ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતા ત્રણ મિત્રોના કરુણ મોત: પંથકમાં શોકનો માહોલ

મેહમદાવાદ બજારમાં મિત્રો સાથે બાઈક પર પતંગ દોરી લેઈ ઘરે પરત ફરી રહેલા યુવાનોને કાળ ભેટ્યો

ખેડા : મેહમદાવાદ બજારમાં મિત્રો સાથે બાઈક પર પતંગ દોરી લેઈ ઘરે પરત ફરી રહેલા ત્રણ યુવકોને ખેડા હાઈવે પર ટ્રક ચાલકે અડફેટે લેતા ત્રણેયના મોત થયા હતા. સમગ્ર પંથકમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, મહેમદાવાદના ગાડવાના સુરેશભાઈ બુધાભાઈ પરમાર, પોતાના મિત્રો સુનીલ પુંજાભાઈ રાઠોડ, સતીષભાઈ રમેશભાઈ પરમાર, ભત્રીજો રતનસિંહ અમરસિંહ પરમાર, મનહરભાઈ રણછોડભાઈ ચૌહાણ ઉત્તરાયણના આગલા રાત્રે સાડા અગિયારવાગે પતંગ દોરી કપડાં લેવા માટે બે બાઈકો પર મહેમદાવાદ બજારમાં જવા નીકળ્યા હતા. ત્યાંથી પતંગ દોરી ખરીદી પાંચેય મિત્રો બે જુદી જુદી બાઈકો પર પરત ઘરે આવી રહ્યા હતા.

રાત્રિના બે વાગ્યાના સુમારે જ્યારે પાંચેય યુવાનો બે અલગ અલગ બાઈકો પર ઘરે આવી રહ્યા હતા ત્યારે મહેમદાવાદ ટી પોઈન્ટ પાસે સુનિલે આગળ જતી ટ્રકને ઓવરટેક કરવા જતા સામેથી અચાનક બીજી ટ્રક આવી હતી. અને સુનીલનું બાઈક આગળ જતી ટ્રક સાથે અથડાતા ત્રણેય ટ્રક નીચે પટકાયા હતા અને ટ્રકનું વ્હીલ તમામના ઉપરથી ફરી વળતા ત્રણેયનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. જ્યારે ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો.

આ બનાવને લઈ પરિવારનોમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવી મૃતદેહોને પીએમ અર્થે મહેમદાવાદની હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:47 am IST)
  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 15,336 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05, ,43,844 થઇ :એક્ટિવ કેસ 2,08,357 થયા: વધુ 16,355 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,78,437 થયા :વધુ 771 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,665 થયા access_time 1:04 am IST

  • રોહિત શર્મા પણ આઉટ - ૬૦/૨ : ચેતેશ્વર પૂજારા ૮ અને અજિન્કય રહાણે ૦ રને દાવમાં access_time 9:49 am IST

  • કોવેક્સિન રસી બનાવતી કંપની ભારત બાયોટેક્નું એલાન : રસીની અવળી અસર થશે તો સારવારનો ખર્ચ કંપની ઉઠાવશે : ગંભીર અસર થાય તો વળતર ચુકવશે access_time 8:41 pm IST