Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગ નજીક નોકરી પૂર્ણ કરી ઘરે પરત ફરી રહેલ સિક્યોરિટી જવાનને ટ્રકે હડફેટે લેતા યુવાનનું મોત

ગાંધીનગર:જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગઈકાલે સવારના સમયે વાવોલમાંથી નોકરી પૂર્ણ કરીને શોભાસણ ખાતે ઘરે જઈ રહેલા સિક્યોરીટી જવાનના બાઈકને રાંધેજા પાસે ટ્રકે અડફેટે લેતાં ગંભીર રીતે ઘવાયેલા આ યુવાનનું મોત નીપજયું હતું. જે ઘટના સંદર્ભે તેમના ભાઈની ફરિયાદના આધારે પેથાપુર પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરી છે.  

આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કલોલના શોભાસણ ખાતે રહેતા અને વાવોલમાં આવેલી વૈદેહી સોસાયટીમાં સિકયોરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં ર૯ વર્ષીય આનંદજી ચંદુજી ઠાકોર ગઈકાલે સવારના સમયે તેમની નોકરી પુરી કરીને તેમના બાઈક નં.જીજે-૦૧-એલએમ-૭ર૪૬ લઈને તેમના ઘરે પરત જઈ રહયા હતા તે સમયે રાંધેજા ગામ નજીક તેમનું બાઈક પસાર થઈ રહયું હતું તે સમયે આરજે-૧૯-જીસી-૧૭૨૬ના ચાલકે આનંદજીના બાઈકને અડફેટે લીધું હતું અને આ અકસ્માતમાં આનંદજીની શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. આ અકસ્માતની ઘટના બાદ ટ્રક ચાલક નાસી છુટયો હતો. અકસ્માત અંગે જાણ થતાં મૃતકના પરિવારજનો પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને આ અંગે પેથાપુર પોલીસ મથકમાં મૃતકના ભાઈ બળવંતજીએ ફરીયાદ આપતાં પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરી છે.

(6:02 pm IST)
  • કોવિદ -19 કરતા પણ ભાજપ વધુ ખતરનાક છે : હિન્દૂ મુસ્લિમો વચ્ચે દંગા કરાવે છે : જો પશ્ચિમ બંગાળમાં ભાજપનું શાસન આવશે તો મુસલમાનોનું કાઉન્ટ ડાઉન શરૂ : ટી.એમ.સી.સાંસદ નુસરત જહાં access_time 6:36 pm IST

  • અમેરીકાના નવા રાષ્ટ્રપતિના શપથગ્રહણનું આમંત્રણ કાર્ડ access_time 3:51 pm IST

  • સ્પેનમાં કોરોનાની ત્રીજી લહેર : કોરોનાનો વિસ્ફોટ : છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 40 હજારથી વધુ નવા કેસ : બે દિવસમાં 75 હજારથી વધુ કેસ નોંધાયા : access_time 1:09 am IST