Gujarati News

Gujarati News

News of Sunday, 16th January 2022

ગુજરાતમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અપીલ

માર્કેટીંગ માટે ઇ-વાનનું લોકાર્પણ કરાયું

ગાંધીનગર : રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગને કારણે જમીન, પાણીની ગુણવત્તા અને માનવ સ્વાસ્થ્ય પર થતી પ્રતિકૂળ અસરોનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) શનિવારે ખેડૂતોને ભારતમાં કુદરતી ખેતી (Natural Farming) ની પદ્ધતિઓ અપનાવીને ‘નવી હરિત ક્રાંતિ’ શરૂ કરવાનું આહ્વન કયું. શાહે પ્રાકૃતિક ખેતી માટેની ગુજરાત સરકારની પહેલ, તેમની મોબાઈલ એપ્લિકેશન અને ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન્સ (FPOs) દ્વારા કુદરતી ખેતીની પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઉગાડવામાં આવતા ઉત્પાદનોના માર્કેટિંગ માટે ઈ-વાનનું ડિજિટલી અનાવરણ કર્યા બાદ તેઓ ખેડૂતોને સંબોધ્યું હતા.

અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાસાયણિક ખાતરને એક મોટી કટોકટી તરીકે ઓળખાવ્યું છે અને કૃષિ ઉત્પાદન વધારવા, પાણીનો વપરાશ ઘટાડવા અને ખેડૂતોની સમૃદ્ધિ લાવવાના ઉદ્દેશ્ય સાથે તેનો ઉપયોગ રોકવા માટે વિકલ્પો શોધવાનું શરૂ કર્યું છે.

ગાંધીનગર લોકસભા મતવિસ્તારના ખેડૂતો સાથેની ડિજિટલ વાતચીતમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, “આપણે કુદરતી ખેતી દ્વારા નવી હરિયાળી ક્રાંતિની શરૂઆત કરીએ, જે જમીનને નુકસાન પહોંચાડવાને બદલે આગામી ઘણા વર્ષો સુધી સાચવશે.” આ હાંસલ કરવાનો એકમાત્ર રસ્તો કુદરતી ખેતી છે.” અમિત શાહ લોકસભામાં ગાંધીનગરનું પ્રતિનિધિત્વ કરે છે.

(1:09 pm IST)