Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના સંપર્કમાં સંતો-નેતામાં સંપર્કમાં આવ્યા

અમદાવાદ :  મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી વડોદરા ખાતે નિઝામપુરામાં એક પબ્લીક મીટીંગને ઉદ્બોધન કરી રહ્યા હતા તે વખતે તેમનું બ્લડ પ્રેશર નીચુ જતા તેમને ચાલુ સ્પીચમાં જ ચક્કર આવેલ અને ઢળી પડેલ હતા.

જેથી તેમને તાત્કાલીક સારવાર માટે યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે લાવાયા હતા. જયા તેમનો કોરોના અંગેનો ટેસ્ટ કરતા મુખ્યમંત્રીશ્રી પોજીટીવ આવેલ હતા. ત્યાર પછી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇએ પોતાના ટિવટ એકાઉન્ટમાં ટિવર કરી તેમના સંપર્કમાં આવેલ બધાને ટેસ્ટ કરાવવા જણાવ્યું હતું.

તેમણે ચારેક દિવસમાં ચૂૂંટણી પ્રચારમાં ઘણી સભા સંબોધી હતી અને આ વેળાએ સંતો, બીજેપીના આગેવાનો, નેતાઓ સંપર્કમાં આવેલ.

 

સંપકમાં આવેલ સંતો-નેતાઓ

નામ

હોદ્દો

સી.આર.પાટીલ

ભાજપના પ્રદેશ પ્રમુખ

નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી

પ્રદીપસિંહ જાડેજા

ગૃહરાજ્ય મંત્રી

આર.સી.ફળદુ

કેબિનેટ મંત્રી

પૂનમ માડમ

જામનગરના સાંસદ

વિભાવરી બેન દવે

કેબિનેટ મંત્રી

યોગેશ પટેલ

મંત્રી

ગોરધન ઝડફિયા

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ

રાવજીભાઈ પંડ્યા

ભાવનગર શહેરના ભાજપના પ્રમુખ

વિસુબેન ત્રિવેદી

ભાજપના નેતા

સુરેન્દ્ર પટેલ

ભાજપના કોષાધ્યક્ષ

ગોવિંદદેવગિરિજી મહારાજ

રામજન્મભૂમિ તીર્થક્ષેત્રના ટ્રસ્ટી

ગઈકાલે વડોદરામાં કારેલી બાગ ખાતેના મહેસાણાનગર ચાર રસ્તા પાસે સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમની સાથે ધારાસભ્ય યોગેશ પટેલ સહિત વડોદરાના અગ્રણી કાર્યકરો હતાં. તેમણે છેલ્લા પાંચ દિવસમાં 7 જાહેર કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. 10 ફેબ્રુઆરીએ ભાજપની પાર્લમેન્ટરી બોર્ડની બેઠકમાં તેમની સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ સહિતના આગેવાનો અને મંત્રીઓ હાજર હતાં. જેમાં ગત 11 તારીખે અમદાવાદમાં સંકલ્પગ્રહણ સમારોહમાં ભાગ લીધો હતો.

12મી ફેબ્રુઆરીના રોજ તેઓએ ભાવનગરમાં બે સભાઓ ગજવી હતી. ત્યાર બાદ 13મી ફેબ્રુઆરીએ તેમણે અમદાવાદમાં BAPSમાં રામ મંદિરના નિર્માણ માટેના અનુદાન પ્રસંગે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેમાં રામજન્મભૂમિ તીર્થક્ષેત્રના ટ્રસ્ટી તેમજ કોષાધ્યક્ષ ગોવિંદદેવગીરીજી મહારાજ પણ તેમના સંપર્કમાં આવ્યાં હતાં. 14મી ફેબ્રુઆરીએ તેમણે જામનગરની મુલાકાત દરમિયાન ચૂંટણી પ્રચાર અર્થે સભાઓ ગજવી હતી. અંતે વડોદરામાં કારેલીબાગ ખાતેની સભામાં તેમની તબિયત બગડી હતી.

(9:57 pm IST)