Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ચૂંટણી પહેલા જ ૪૦ બેઠક ભાજપના ગજવામાં

પાલિકા અને તાલુકા-જિલ્લા પંચાયતોની ૨૮મીએ : ફોર્મ પાછા ખેંચવાની આજે છેલ્લી તારીખ

રાજકોટ : ગુજરાતની ૮૧ પાલિકા, ર૩૧ તાલુકા અને ૩૧ જિલ્લા પંચાયતોની ર૮ ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે શનિવારે ફોર્મ ભરાયા હતા. સોમવારે ફોર્મ ચકાસણી દરમિયાન વિવિધ કારણોસર કોંગ્રેસ સહિતના હરિફ પક્ષોના ફોર્મ અમાન્ય ઠરતાં ભાજપને એક તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની બેઠક સહિત કુલ ૧૦ બેઠક બિન હરિફ મળી ગઇ છે. ૮૪૬૫ બેઠકો ઉપર ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની આજે મંગળવારે અંતિમ તારીખ છે એના પછી સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે. રાજ્યની પાલિકા અને પંચાયતો માટે યોજાઇ રહેલી ચૂંટણીમાં શનિવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધી કોંગ્રેસમાં મેન્ડેટને લઇને ભારે કમઠાણ થયું હતું. એમાં પાલિતાણા નગરપાલિકાના ૩૬ ઉમેદવારો માટે મેન્ડેટ લઇને જઇ રહેલા કોંગ્રેસના નેતાના હાથમાંથી કોઇ અજાણ્યા વ્યકિતએ મેન્ડેટનો થોકડો આંચકીને ફાડી નાખ્યો હતો. આને લીધે  ફોર્મ ચકાસણી વખતે ટેકનિકલ મુદ્દો ઉપસ્થિત થયો હતો. જોકે, આ મામલે કોંગ્રેસે સમયસર હાઇકોર્ટમાં કરેલી પિટિશનમાં રાજ્ય ચૂંટણી પંચે કોંગ્રેસના મેન્ડેટ ફરીથી સ્વીકારવાની ખાતરી આપતાં કોંગ્રેસના ૩૧ ઉમેદવારોના જીવમાં જીવ આવ્યો હતો.

(3:17 pm IST)