Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ધોળકામાં સીનેજ ગામમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ : ૭ લોકો દાઝયા

અમદાવાદ, તા. ૧૬ : ગુજરાતમાં ફરી એક વખત સિલિન્ડર બ્લાસ્ટની ઘટના ઘટી છે. ધોળકામાં આ દૂર્ઘટનામાં ૭ લોકો ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

 ઇલોઇટ સ્ટીલ કંપનીમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. જેનાથી ભીષણ આગ લાગી અને  ૭ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. પોલીસના જણાવ્યા અનુસાર હાલ તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અને પોલીસે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

(3:55 pm IST)