Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ગાંધીનગર જિલ્લામાં મોબાઈલ ટાવરોમાંથી બેટરીની ચોરી કરનાર ગેંગને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી

ગાંધીનગર:શહેર તેમજ જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવો અટકાવવા માટે પોલીસે રહેણાંક વિસ્તારમાં પેટ્રોલીંગ વધાર્યુ છે તો હવે હાઈવે માર્ગો ઉપર તેમજ અંતરિયાળ વિસ્તારમાં આવેલા મોબાઈલ ટાવરમાંથી બેટરી ચોરી જવાની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં જ જિલ્લાના દહેગામ અને કલોલ પંથકમાં આવેલા અલગ અલગ કંપનીના મોબાઈલ ટાવરમાંથી બેટરી ચોરાવાની ફરીયાદ વ્યાપક બની હતી. આ ચોરીની ઘટનાઓના પગલે એલસીબીની ટીમે અમદાવાદની ગેંગને પણ ઝડપી પાડી હતી અને મોબાઈલ ટાવરની જ ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. તેમ છતાં જિલ્લામાં હજુ પણ મોબાઈલ ટાવરમાં ચોરીની ઘટનાઓ બની રહી છે. મોબાઈલ ટાવરની સિકયોરીટી એજન્સીમાં કામ કરતાં જીતેન્દ્રકુમાર લાલજીભાઈ પરનાલીયાએ કલોલ તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી કે તેમની કંપનીના તાબા હેઠળ આવતા પલસાણા અને ઓળા ગામમાં મોબાઈલ ટાવર બંધ થઈ ગયું હોવાની ફરીયાદ મળી હતી. ત્યાં જઈને તપાસ કરતાં ૪૮ જેટલી બેટરીની ચોરી થઈ હોવાનું જણાતાં કલોલ તાલુકા પોલીસે ૪૮ હજારની ચોરીની ફરીયાદ નોંધીને વધુ તપાસ શરૃ કરી છે.

 

(6:05 pm IST)