Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

મહેસાણાની કડી નગરપાલીકામાં ફરી ભગવો લહીરાયો : ચુંટણી પહેલા ૩૬ બેઠકો માથી ૨૬ બેઠકોમાં ભાજપ બિનહરીફ

૩૫ વર્ષથી કડી નગરપાલીકામાં ભાજપનું શાસન : નીતીનભાઈ પટેલે શુભેચ્છા પાઠવી

 મહેસાણા : મહેસાણાની કડી નગરપાલીકાની ચુંટણી પહેલા ૩૬ બેઠકો માથી ૨૬ બેઠકોમાં ભાજપ બિનહરીફ થતા પાલીકામાં ફરી બભગવો લહીરાયો છે.

 કડી નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી ભગવો લહેરાયો છે. કડીની 26 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા હતા. વોર્ડ 9 પૈકી ચૂંટણી પહેલા 36 બેઠકોમાંથી 26 બેઠકો પર સીધા જ ભાજપના ફાળે ગઇ હતી. કડી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શુભેચ્છા પાઠવી હતી.

કડી તાલુકામાં તાલુકા પંચાયતની 2 સીટો પર ભગવો લહેરાયો હતો. કડી તાલુકાની નંદાસણ બેઠક ઉપર ભગવો લહેરાયો હતો. કડી તાલુકા પંચાયતની કલ્યાણપુરા અને કુંડાળ (2)માં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા. જ્યારે નંદાસણ બેઠક ઉપર કડી એપીએમસીના ચેરમેન વિનોદ પટેલ બિનહરીફ જાહેર થયા હતા.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વતન મહેસાણાના કડી નગરપાલિકામાં ફોર્મ પરત ખેચવાના અંતિમ દિવસે નગરપાલિકાની 36 બેઠકો પૈકી 26 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા. આ સાથે જ કડીમાં છેલ્લા 35 વર્ષથી જનસંઘ અને ભાજપનું સતત શાસન જળવાઇ રહ્યુ હતું.

કડી નગરપાલિકાના બિનહરીફ વિજેતા થયેલા ભાજપના સભ્યોને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અભિનંદન પાઠવ્યા હતા. નીતિન પટેલે કહ્યુ કે, કડી નગરપાલિકામાં કુલ 36 બેઠકો પૈકી પાંચ વોર્ડની 20 બેઠકો તો આખે આખી બિનહરીફ ચૂંટઆિ આવી છે અને અન્ય વોર્ડની 6 બેઠકો બિનહરીફ થતા ભાજપ 2/3 કરતા વધુ બહુમતી સાથે ચૂંટણીના મતદાન પહેલા વિજય હાંસલ કર્યો છે. વધુમાં કડી તાલુકાની નંદાસણ જિલ્લા પંચાયતની બેઠક તથા કુંડાળ અને કલ્યાણપુરા તાલુકા પંચાયતની બેઠક પર પણ ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે, તેમણે પણ નીતિન પટેલે અભિનંદન પાઠવ્યા હતા.

(7:39 pm IST)