Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

ઈન્સ્ટાગ્રામની રિકવેસ્ટ એક યુવતીએ રિજેકટ કરતા યુવકે બદલો લેવા કર્યું કૃત્ય કે જેલહવાલે થવું પડ્યું

આરોપીએ દિપા ટેકવાની નામનુ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી યુવતીને બિભત્સ મેસેજ મોકલ્યા : યુવતીએ અમદાવાદ સાયબર ક્રાઈમમા ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી

અમદાવાદ : સોશિયલ મીડિયા કયારેક જેલના સળિયા પાછળ પણ ધકેલી શકે છે. આવી જ ઘટના સાયબર ક્રાઇમમાં સામે આવી છે આરોપીની ઈન્સ્ટાગ્રામની રિકવેસ્ટ એક યુવતીએ રિજેકટ કરતા યુવકે બદલો લેવાના ઈરાદે એવુ કૃત્ય કર્યુ કે હવે આરોપીને જેલ સળીયા ગણવાનો વખત આવ્યો છે.

  સાયબર ક્રાઇમની કસ્ટડીમાં રહેલા આરોપીનુ નામ આશિષ ગોધવાણી છે. જેણે ડિવોર્સી યુવતીને ગંદી અને બિભત્સ ગાળો લખી મેસેજ કર્યા હતા. અને તે કરવા પાછળનુ કારણ માત્ર એટલુ હતું, કે યુવતી એ તેની રિકવેસ્ટ સ્વિકારી ન હતી.. માટે આરોપીએ દિપા ટેકવાની નામનુ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી યુવતીને બિભત્સ મેસેજ મોકલ્યા હતા. જેથી યુવતીએ સાયબર ક્રાઈમમા ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી છે.

   
(11:27 pm IST)