Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

વિજયનગરના સારોલી ગામે કાર-બાઈક ગમખ્વાર અકસ્માતમાં બે શખ્સોએ ઘટનાસ્થળેજ દમ તોડ્યા

વિજયનગર:તાલુકાના સારોલી ગામ નજીક આજે બપોરે કાર અને બાઈક અથડાતા બાઇક પર સવારે બે શખ્સોનું મોત નીપજ્યું હતું. વિજયનગર પોલીસે મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી કાર્યવાહી હાથ ધરી છે.

તાલુકાના સારોલી ગામ પાસે પેટ્રોલ પંપ પાસે વળાંકમાં ઇડરથી વિજયનગર તરફ આવતી  કાર પુરઝડપે સામેથી આવતી બાઈક સાથે અથડાઈ હતી જેને કારણે  બાઈક ફંગોળાઇ ગઈ હતી અને બાઈક ઉપર સવાર બંને યુવકો દૂર દૂર રોડ ઉપર જઈને પટકાયા હતા જેમાં એકનું ઘટના સ્થળે અને બીજાનું

સારવાર માટે વિજયનગર દવાખાને ખસેડાતા રસ્તામાં જ કરૂણ મોત થયું હતું.આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો બનાવના સ્થળે દોડી આવ્યા હતા આ અકસ્માતમાં સારોલી ગામના અંકિત કાંતિલાલ બલાત અને દિપક પ્રભુદાસ બલાતના મોત થયા હતા.આ ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધી હતી.

(5:00 pm IST)