Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

રાજયનાં જીલ્‍લા ૧૯૪ તાલુકાઓમાં ૧મીમીથી લઇ ૧૪૪મીમી સુધીનો વરસાદ

ઉમરપાડા ૬ ઇંચ, મેધરજ ૪ ઇંચ અને મોડાસા ૩ ઇંચ વરસાદ

(જીતેન્‍દ્ર રૂપારેલીયા દ્વારા) વાપીઃ ચોમાસાની આ સીઝનમાં મેઘરાજા મન મૂકીને વરસી રહિયા છે ત્રીજો રાઉન્‍ડમાં પણ કોઇ કસર રાખવા માંગતા નથી.

છેલ્‍લા ૨૪ કલાકમાં રાજયનાં ૩૩ જીલ્લાના ૧૯૪ તાલુકાઓમાં મેઘરાજા વરસ્‍યા છે. જેમાં ઉમરપાડા ૬ ઇંચ જેટલો, મેઘરાજ ૪ ઇંચ જેટલો અને મોડાસા ૩ ઇંચ જેટલો વરસાદ નોંધયો છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદના મુખ્‍યત્‍વે આંકડાને જોઇએ તો...

ઉમરપાડા ૧૪૧મીમી, મેઘરાજ ૯૧ મીમી, મોડાસા ૭૬ મીમી, ઇડર ૬૬ મીમી, હિંૅમતનગર ૬૪ મીમી, માંગરોળ ૬૦ મીમી, સાગબારા ૫૬ મીમી, ચોર્યાશી ૪૯ મીમી, કડી ૪૦ મીમી, નિઝર ૩૮ મીમી, પલસાણા ૩૬ મીમી, અને સુરત સીટી ૩૫ મીમી વરસાદ નોંધાયેલ છે. આ ઉપરાંત માંડવી ૩૩મીમી, ખેડા, ૩૧મીમી, તો ઓલપાડ, મુન્‍દ્રા, વ્‍યારા, ડોલવણ, દેગામ, બેચરાજી અને વડાલી ૩૦ મીમી વરસાદ નોંધાયેલ છે જયારે આ ઉપરાંત રાજયનાં ૧૬૯ તાલુકાઓમાં ૧ મીમીથી ૨૯ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે. આ લખાઇ રહ્યુ છે ત્‍યારે એટલે સવારે ૧૦ કલાકે સાઉથ ગુજરાત સહીત રાજયનાં કેટલાક વિસ્‍તારોમાં હળવો વરસાદ પડી રહ્યો છે.

(11:46 am IST)