Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

સોજીત્રા તાલુકાના ડાલી ગામે સાંજના સુમારે કાર-બાઈક સહીત રીક્ષા વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં સાસુ-વહુના મૃત્યુથી ચકચાર મચી જવા પામ્યો

સોજીત્રા:તાલુકાના ડાલી ગામે પરમદિવસની સાંજના સુમારે કાર-બાઈક અને રીક્ષા વચ્ચે સર્જોયેલા ગમખ્વાર અકસ્માતમાં છના મોત થયાના સમાચારની શ્યાહી હજી તો સુકાઈ નથી ત્યાં તો ધર્મજ-તારાપુર સ્ટેટ હાઈવે પર આવેલા રામોદડી ગામના ઓવરબ્રીજ ઉપર આજે સવારના સુમારે પુરપાટ ઝડપે જતી એક કાર ડીવાઈડર સાથે ધડાકાભેર અથડાતાં સાસુ-વહુના કમકમાટીભર્યા મોત થયા હતા જ્યારે પિતા-પુત્ર અને દાદાને ગંભીર ઈજાઓ થતાં તેમને વધુ સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં આસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પેટલાદ રૂરલ પોલીસે કારના ચાલક વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. સવારના સાડા દશેક વાગ્યાના સુમારે કાર ધર્મજ-તારાપુર સ્ટેટ હાઈવે પર આવેલા રામોદડી ગામના ઓવરબ્રીજ ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે એકાએક ડ્રાયવરે કાબુ ગુમાવતા કાર ધડાકાભેર ડીવાઈડર સાથે અથડાઈ હતી. જેમાં કારનું એન્જીન છુટી પડીને રોડ ઉપર પડી જવા પામ્યું હતુ. જ્યારે કારના પણ ફુરચેફુરચા ઉડી જવા પામ્યા હતા. કારમાં સવાર પાંચેયને માથામાં, ચહેરા ઉપર તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના રહીશો તેમજ જતા આવતા વાહનચાલકો મદદે દોડી આવ્યા હતા. અને તુરંત જ પેટલાદ રૂરલ પોલીસ તેમજ ૧૦૮ની એમ્બ્યુલન્સ વાન આવી પહોંચી હતી અને કારમાં ગંભીર રીતે ઘવાયેલાઓને બહાર કાઢીને તુરંત જ તારાપુરની સરકારી હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પુર્વીબેન અજીતકુમાર મંડલ (ઉ.વ. ૫૯)ને છાતીમાં તેમજ પેટમાં ગંભીર ઈજાઓ થવા પામી હોય મોત થયું હતુ. ચારેયની હાલ પણ ગંભીર હોય તુરંત જ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પુર્વીબેન મંડલનું અવસાન થયું હતુ. જ્યારે અભિજીત, વીર અને અજીતકુમારને આઈસીયુમાં દાખલ કરીને સારવાર કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ અભિજીત અને નિશાબેનના સંબંધીઓ તુરંત જ પેટલાદ દોડી આવ્યા હતા. ઘટના સંદર્ભે પેટલાદ રૂરલ પોલીસે કારના ચાલક અભિજીત વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

(4:16 pm IST)