Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

અરવલ્લીમાં ગીરીમાળાઓ પર ભેખડો ધસી પડ્યા : અનેક વાહનોને નુકસાન પહોંચ્યું

નેશનલ હાઈવે બ્લોક થઈ જતાં વાહન વ્યવહાર ખોરવાયો: મોડા શામળાજી હાવે પર બે-બે ફૂટ જેટલા પાણી ફરી વળ્યા: વેણપુર પાસે વરસાદી પાણી ફરી વળતાં શામળાજી હાઈવે પર 20 કિમી લાંબો ટ્રાફિક જામ

અરવલ્લી જિલ્લામાં ગત રાત્રી દરમિયાન સાર્વત્રિક વરસાદ ખાબકી રહ્યો છે. જેને પગલે નદી-નાળામાં પાણી ભરાયાં છે. ત્યારે આજે ભારે વરસાદને પગલે અરવલ્લીમાં ગીરીમાળાઓ પર ભેખડો ધસી પડ્યા હતા. જેના કારણે અનેક વાહનોને નુકસાન પહોંચ્યું છે. આ સાથે નેશનલ હાઈવે બ્લોક થઈ જતાં વાહન વ્યવહાર ખોરવાયો છે. હાલ આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

રાજ્યભરમાં ફરી એકવાર વરસાદે માંજા મુકી છે. રાજ્યના 206 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે તાજેતરમાં અરવલ્લીની ગિરિમાળાઓ પર ભેખડો ધસી પડવાનો બનાવ સામે આવ્યો છે. અરવલ્લીની ગિરિમાળાઓ પર ભેખડો ધસી પડતાં અનેક વાહનોને નુકસાન પહોંચ્યું છે. નેશનલ હાઇવે બ્લોક થઇ જતાં વાહન વ્યવહાર ખોરવાયો છે. જેના દ્રશ્યો હાલ સામે આવ્યા છે. સ્થળ પર હાજર વાહનચાલકોએ આ દ્રશ્યો પોતાના ફોનના કેમેરામાં કેદ કર્યા હતાં. જેનો વીડિયા હાલ સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવ્યો છે.

હાલમાં ભિલોડા શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેને કારણે શામળાજી-ઉદેપુર સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યો છે. જેના પગલે શામળાજી તરફના માર્ગ પર વાહન વ્યવહારને અસર જોવા મળી રહી છે. મોડા શામળાજી હાવે પર બે-બે ફૂટ જેટલા પાણી ફરી વળ્યા છે. વેણપુર પાસે વરસાદી પાણી ફરી વળતાં 20 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. નેશનલ હાઈવે બ્લોક થઈ જતાં વાહન વ્યવહરા ખોરવાયો છે. તો બીજી તરફ મેશ્વો નદીમાં ઘોડાપૂર સર્જાતા શામળાજી કોઝ વે પર પાણી ફરી વળ્યા છે. નેશનલ હાઇવેના પાણી ગામમાં ફરી વળતાં ગામમાં 4 ફૂટ જેટલાં પાણી ભરાયા છે.

આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ગીર સોમનાથ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે આવતી કાલે 17 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, કચ્છ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ, ઉત્તર અને સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

(9:14 pm IST)