Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

વડીલો સામેના ગુનાઓમાં ગુજરાત ત્રીજા નંબરે

મહારાષ્ટ્ર પ્રથમ અને મધ્યપ્રદેશ બીજા નંબર પર

અમદાવાદ, તા.૧૬: રાજયમાં વડીલો સામેના ગુનાઓમાં ૩૨ ટકાનો ઘટાડો થવા છતા ૨૭૮૫ કેસો સાથે ગુજરાત દેશમાં ત્રીજા નંબર પર છે. દેશમાં મહારાષ્ટ્ર (૪૯૦૯ કેસ) અને મધ્યપ્રદેશ (૪૬૦ કેસ) સાથે આગળ છે. સીનીયર સીટીઝન સામેનો ક્રાઇમ રેટ દર એક લાખની વસ્તીએ ૫૮.૨ કેસ સાથે દેશભરમાં ત્રીજા નંબરે છે. મધ્યપ્રદેશ આ બાબતે સૌથી ઉંચો રેટ ૮૦.૫ કેસ દર એક લાખ વ્યકિતએ ધરાવે છે જયારે બીજા નંબર પર ૭૬.૫ કેસ સાથે છત્તીસગઢ છે.

જો મેટ્રો સીટીની વાત કરીએ તો તેમાં પણ આ બાબતે ૭૦૯ કેસ સાથે અમદાવાદ ત્રીજા નંબર પર છે જયારે ૯૦૬ કેસ સાથે દિલ્હી પ્રથમ અને ૮૪૪ કેસ સાથે મુંબઇ બીજા નંબર પર છે.

ગુજરાતમાં ખૂનના ૬૦ કેસોમાં ૬૧ સીનીયર સીટીઝનોની હત્યા થઇ હતી જયારે ૩૮ કેસો હત્યાના પ્રયાસોના હતા. આ ઉપરાંત સીનીયર સીટીઝન પર બળાત્કારના બે કેસ અને  મહિલાની લાજ લૂંટવાના આશયથી હુમલાના ૮ કેસ  પણ ગુજરાતમાં થયા છે.

(1:10 pm IST)