Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એમજીવીસીએલની ટીમે ઓચિંતાના દરોડા પાડી 36 વીજચોરી ઝડપી પાડી

આણંદ:એમજીવીસીએલ વર્તુળ કચેરીની ૧૫ ટીમો  દ્વારા કાર્યક્ષેત્રમાં આવતા ગ્રામ્ય વિસ્તારોમા મંગળવારે ઓચિૅતુ ચેકીંગ હાથ ધરીને ૧૫૬ કનેકશનોની ચકાસણી કરી હતી.  જેમા વીજચોરીને લગતા જુદા-જુદા ૩૬ કિસ્સાઓ ઝડપાયા હતા. અધિકારીઓએ વીજ ગેરરીતિ આચરનાર કસુરવારોને ૭.૦૪ લાખના દંડનીય બિલો ઇસ્યુ કરતા વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. 

મધ્ય ગુજરાત વીજ કંપની આણંદ સર્કલના કાર્યપાલક ઇજનેર, અધિકારી, ઇલેકટ્રીશ્યન, વાયરમેન, હેલ્પર સહિતના કર્મચારીઓની ટીમ

 દ્વારા પેટાવર્તુળ કચેરીઓના તાબામા આવતા શેખડી, સિહોલ, ભવાનીપુરા, દંતાલી, આશી, ભાટિયેલ, ફાગણી, સુંદરણા, વિશ્રામપુરા સહિતના ગ્રામ્ય-સીમ વિસ્તારમાં ઓચિંતુ ચેકીંગ કરીને ૧૫૬ જોડાણોની ચકાસણી કરી હતી. જેમા મેઇન લાઇન ઉપરથી બારોબાર વીજપ્રવાહ મેળવવો, વીજપૉલ ઉપરથી ડાયરેક્ટ વીજળી મેળવવી,  લાઇન ઉપર લંગસિયા નાંખીને અવરોધ ઉભો કરવો, મીટર સાથે ચેડાં કરવા, તંત્ર કે અધિકારીઓની પરવાનગી વિના પોતાના કનેકશનમાંથી પાડોશી કે અન્ય રહીશોને ગેરકાયદેસર કનેકશન આપવુ, ઘરેલુ જોડાણનો કોમર્શિયલ ઉપયોગ, કોમર્શિયલ જોડાણનો ખેત વિષયક ઉપયોગ, હેતુફેર સહિતના વીજચોરીના ૩૬ કિસ્સાઓ નોધાયા હતા. અધિકારીઓએ વીજચોરી કરનાર ગ્રાહકોને ૭,૦૪,૨૯૫નો દંડ ફટકાર્યો છે. આગામી દિવસોમા પણ જુદા-જુદા વિસ્તારોમાં ચેકીંગ ઝુંબેશ હાથ ધરાશે. તેમ અધિકારીએ જણાવ્યુ છે. 

(5:38 pm IST)