Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

વડોદરાના ગોરવા વિસ્તારમાં એન.આર.આઈ યુવકે યુવતીને વારંવાર લગ્ન કરવા અંગે બ્લેકમેલ કરતા ગુનો દાખલ

વડોદરા: શહેરનાગોરવા વિસ્તારમાં રહેતી  અને પાદરાની ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતીએ  એન.આર.આઈ.  પ્રતીક  અરવિંદભાઈ પટેલ (રહે. થામણા ગામ તા.ઉમરેઠ  જિ.આણંદ) તથા મોહંમદ તોફીક યુસુફમીયા મીરજા (રહે.યાકુતપુરા વડોદરા) વિરૃધ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મે વર્ષ ૨૦૧૫માં શાદી ડોટ કોમમાં મારા મોબાઈલ ફોનથી લગ્ન માટેનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ. પાંચ મહિના પચી મારા મોબાઈલ ફોન પર લંડનમાં રહેતા પ્રતીક પટેલનો કોલ આવ્યો હતો. અને પ્રતીકે મને કહ્યું હતું કે તમારો બાયોડેટા જોયો. તમે મને પસંદ છો. હું તમારી સાથે લગ્ન કરવા માગું છુ.  મેં પણ લગ્ન માટેની હા પાડતા અમે બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. અને વોઈસ કોલ તેમજ વીડિયો કોલથી અમારા બંને વચ્ચે વાતચીત થતી હતી. '' મારા વિઝા આવી જાય એટલે તારી સાથે લગ્ન કરીને હું તને લંડન લઈ જઈશ. તેવું પ્રતીક મને છેલ્લા ચાર વર્ષથી કહેતો હતો. પરંતુ આવતો હતો.

ત્યારબાદ મને એવું થયું કે પ્રતીક મને ગોળ ગોળ ફેરવે છે. જેથી મે જાન્યુઆરી ૨૦૨૦માં  પ્રતીકને સ્પષ્ટ જણાવી દીધું હતુ કે, તું વિઝા લઈને આવતો નથી કે મારી સાથે લગ્ન કરતો નથી એટલે આજથી મને કોલ કરતો નહીં. જો કે ત્યારબાદ પ્રતીક મને ધમકીભર્યા મેસેજ કરતો હતો.

(5:12 pm IST)