Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

ટેકનિકલ ક્ષતિના કારણે ઓનલાઇન પેમેન્ટને અસર થતાં ઓનલાઈન મોડ્યુલ તથા ઓનલાઇન ટેક્સ મોડ્યૂલ (ODC)માં મુક્તિ

ફી / ટેક્સ નજીકની આરટીઓ - એઆરટીઓ કચેરી ખાતે ભરી શકાશે

ગાંધીનગર : ટેકનિકલ ક્ષતિના કારણે SBI Epay માં ઓનલાઈન પેમેન્ટ પ્રણાલિકા અંતર્ગત ODC ઓનલાઈન મોડ્યુલ તથા ઓનલાઇન ટેક્સ મોડ્યૂલના ઓનલાઇન ચૂકવણાંમાં   અસર ઊભી થઈ છે.

જ્યાં સુધી આ વ્યવસ્થા પુનઃ સુચારુ ઢબે કાર્યરત ન થાય ત્યાં સુધી ઓનલાઈન મોડ્યુલ તથા ઓનલાઇન ટેક્સ મોડ્યૂલ (ODC) માં મુક્તિ આપતા હવે  ફી / ટેક્સ નજીકની આરટીઓ-એઆરટીઓ કચેરી ખાતે ભરી શકાશે તેમ વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરીની યાદીમાં જણાવાયું છે.

(7:24 pm IST)