Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય : આગામી 24 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી: બંદરો પર 3 નંબરનું સિગ્નલ

વેલમાર્ક લો પ્રેશર ઉત્તર મહારાષ્ટ્રના સમુદ્રમાં સક્રિય : માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

અમદાવાદ:  રાજ્યમાં આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે, જે ઉત્તર મહારાષ્ટ્રના સમુદ્રમાં સક્રિય છે. વરસાદની આગાહીના પગલે રાજ્યના તમામ પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે, જે ઉત્તર મહારાષ્ટ્રના સમુદ્રમાં સક્રિય છે. આગામી 24 કલાકમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના એકાદ વિસ્તારમાં ભારે વરસાદ થશે.

હવામાનની આગાહીના પગલે રાજ્યના તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેમજ માછીમારોને 18 નવેમ્બર સુધી દરિયો ન ખેડવા પણ સુચના અપાઈ છે. માછીમારી કરવા ગયેલી બોટો પરત ફરી રહી છે. જો કે દરિયામાં જુ કોઈ ખાસ અસર ન વર્તાઈ રહી હોય તેમ દરિયો શાંત જોવા મળે છે.

દેવમૂમિ દ્વારકા જિલ્લાના ઓખા, સલાયા, વાડીનાર, દ્વારકા બંદર ઉપર 3 નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. જિલ્લામા વાતાવરણમા પલ્ટો આવ્યો હતો. વેરાવળ બંદર ઉપર 3 નંબરનુ સિગ્નલ મુકાયુ છે.

(10:44 pm IST)