Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

ડેડીયાપાડા તાલુકાના પાટડી ગામના બસ સ્ટેન્ડ નજીક બે મો.સા.વચ્ચે અકસ્માતમાં એકનું મોત ચારને ગંભીર ઇજા

(ભરત શાહ દ્વારા)- ડેડીયાપાડા ના પાટડી ગામના દિવેલ્યાભાઇ કોટીયાભાઇ વસાવાની ફરિયાદ મુજબ તેમનો પુત્ર સંજયભાઇ તથા રીતેશભાઇ વસાવા તથા હાર્દિકભાઇ વસાવા એકટીવા ગાડી લઇને ઘરે આવતા હતા તે દરમ્યાન સામેથી આવતી મો.સા.નં.GJ-22-M- 0917 ના ચાલકે મો.સા. પુરઝડપે હંકારી લાવી એકટીવાને ટક્કર મારતા સંજયભાઇ વસાવાને માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી સારવાર દરમ્યાન મોત નીપજાવેલ તેમજ રીતેશભાઇ વસાવા તથા હાર્દીકભાઇ વસાવાને શરીરે ઇજાઓ કરી હતી તેમજ અકસ્માત કરનાર ચાલક જયદીપભાઇ જેહરસિંગભાઇ વસાવા તથા હરીસિંગ ભાઇ ઉતરીયાભાઇ વસાવાને શરીરે ઇજાઓ થતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(11:40 pm IST)