Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

અમદાવામાં પોલીસે બાતમીના આધારે બાઇકમાંથી બેટરીની ચોરી કરનાર આરોપીને રંગે હાથે ઝડપી પાડ્યો

અમદાવાદ: શહેરકોટડા પોલીસ ૧૪ નવેમ્બરના રોજ રાત્રે અનિલ ત્રણ રસ્તા પાસે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને માહિતી મળી હતી કે એક શખ્સ બાઈક પર ચોરી કરેલી વાહનોની બેટરીઓ લઈને સિટી ગોલ્ડ થિયેટર તરફથી આવવાનો છે. જેને આધારે અહીં જાળ બિછાવીને સુરજ ઉર્ફે રણજીત કે સેનાપતી(૩૦)ની અટક કરી હતી. સરસપુરમાં રહેતા સુરજની તપાસ કરતા તેની પાસેથી પોલીસને અલગ અલગ કંપનીની  ચાર બેટરીઓ મળી આવી હતી. આથી પોલીસે સુરજની પુછપરછ કરતા તેણે આ ચાર બેટરી  શહેરકોટડા પોલીસ સ્ટેશને ે વિવિધ ગુનામાં કબજે કરીને પોલીસ સ્ટેશનની પાછળના કંપાઉન્ડમાં રાખેલા વાહનોમાંથી ૧૩ નવેમ્બરના રોજ બપોરે ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.ે આ બેટરીઓ તેણે સ્પ્લેન્ડર, પેશન અને પ્લેટીના બાઈક તથા એક્ટીવામાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. શહેરકોટડા પોલીસે સુરડની અટક કરીને તપાસ હાથ ધરી છે.

(4:56 pm IST)