Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

અમદાવાદના વસ્ત્રાપુર તળાવના ગાર્ડનમાં મુસ્લિમોએ નમાજ અદા કર્યાનો વિડિઓ વાયરલ : VHP એ ગંગાજળ છાંટી શુદ્ધીકરણ કર્યું

વીએચપી કાર્યકરોમાં રોષ :ગાર્ડનમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા અને ગંગાજળ છાંટીને શુદ્ધીકરણ કર્યું

અમદાવાદ: શહેરના વસ્ત્રાપુર તળામાં મુસ્લિમ પરિવાર દ્વારા નમાઝ અદા કરવામાં આવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થતા વીએચપી કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. વીએચપી દ્વારા વસ્ત્રાપુર તળાવમાં આવેલા ગાર્ડનમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા અને ગંગાજળ છાંટીને શુદ્ધીકરણ કર્યું હતું.

અમદાવાદ શહેરમાં સૌથી પ્રખ્યાત એવા વસ્ત્રાપુર તળાવમાં લોકો પરિવાર સાથે ફરવા માટે આવતા હોય છે. જો કે, થોડાક દિવસો પહેલા આ તળાવમાં મુસ્લિમો દ્વારા નમાજ અદા કરવામાં આવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, 2 મહિલા અને 4 પુરુષ નમાજ અદા કરી રહ્યા છે. જો કે, આ વીડિયો તળાની સામે આવેલ એક બિલ્ડિંગમાંથી લેવામાં આવ્યો છે. નમાજ બાદ વસ્ત્રાપુર લેકને પણ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે. ગાર્ડન પાસે વાહનો પાર્ક કરેલાં દેખાયાં છે. રોડ પર વાહનોની અવરજવર દેખાય છે.

સોશિયલ મીડિયામાં સામૂહિક નમાજનો વીડિયો વાઈરલ થતાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ગાર્ડનમાં નમાજ પઢવામાં આવી હતી એ સ્થળે એકઠા થયા હતા. વીએચપીના કાર્યકરોમાં મહિલા પણ સામેલ છે. નમાજ પઢવામાં આવી ત્યાં ગંગાજળ છાંટીને એ જગ્યાનું શુદ્ધીકરણ કરવામાં આવ્યું હતું. જ્યારે ત્યાં વીએચપીના કાર્યકરોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.

(7:01 pm IST)