Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સાણંદની સામાન્ય ચૂંટણીના વેપારી વિભાગમાં ભાજપના 4 અને ખરીદ વેચાણ વિભાગમાં બે ઉમેદવારો બિનહરીફ

અમદાવાદ :ગુજરાત ભાજપ સહકારી સેલના વડા બીપીનભાઈ પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, સાણંદની સામાન્ય ચૂંટણી તા.૨૩-૧૧-૨૦૨૧ના રોજ યોજાનાર હતી. સામાન્ય ચૂંટણી માટે વેપારી મતદાર વિભાગમાં ભાજપના ચાર ઉમેદવારો અને ખરીદ વેચાણ મત વિભાગના ભાજપના ૦૨ ઉમેદવારોની જ ઉમેદવારી આવેલ હોવાથી એ.પી.એમ.સી.માં પુરવાની જગ્યા જેટલા જ હરીફ ઉમેદવારો રહેતા હોઈ નીચે મુજબના ઉમેદવારોને બીનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ છે. અ.નં. ૧ ૨ ૩ ४ ઉમેદવારનું નામ  કોટક ઈરલાલ જીવણલાલ પટેલ મનીષકુમાર પ્રભુદાસ મેહતા નિલેશકુમાર સુમતિલાલ  સિસોદિયા મહિપતસિંહ નટુભા ચૌહાણ ધર્મેન્દ્રસિંહ અમરસંગ, વાઘેલા કૃષ્ણપાલસિંહ દિલુભા મત વિભાગ વેપારી મત વિભાગ '' પરિણામ બીનહરીફ બીનહરીફ બીનહરીફ બીનહરીફ બીનહરીફ બીનહરીફ આમ, ઉપરોકત વિગતે એ.પી.એમ.સી.સાણંદ ની તમામ ૦૬ બેઠકો ભારતીય જનતા પાર્ટીએ કબજે કરેલ છે અને તમામ બેઠકો ભાજપના ફાળે આવતા કોંગ્રેસ નેતૃત્વહિન થઈ ગયેલ છે.

(9:04 pm IST)