Gujarati News

Gujarati News

News of Sunday, 17th January 2021

જિલ્લા પંચાયત ચુંટણીની તૈયારીના ભાગરૂપે ડુમાણા અને જુનાપાધર ખાતે ભાજપની બેઠક યોજાઇ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ની તૈયારીઓ શરૂ, ભાજપ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં બેઠકો શરૂ કરાઇ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :અમદાવાદ જિલ્લા ભાજપ મહામંત્રી  મયૂરભાઈ ડાભી તથા ઉપ પ્રમુખ પ્રભુભાઈ કો.પટેલની  ઉપસ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની 2021 કરકથલ જિલ્લા પંચાયતની આગામી તૈયારી ના ભાગરૂપે ડુમાણા ગામે બેઠક યોજાઇ હતી. જેમાં વિરમગામ તાલુકા ભાજપ પ્રમુખ કિરીટસિંહ ગોહિલ, મહામંત્રી દિપકભાઈ પટેલ, લખુભા ચાવડા સહીતના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

 આ ઉપરાંત સચાણા જિલ્લા પંચાયતની આગામી ચુંટણીની તૈયારી ના ભાગરૂપે જુનાપાધર ગામે બેઠક યોજાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં બેઠકો શરૂ કરવામાં આવી છે.

(8:57 pm IST)