Gujarati News

Gujarati News

News of Sunday, 17th January 2021

વડાપ્રધાન મોદી સોમવારે સુરતીઓને આપશે મોટી ભેટ : મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું કરશે ખાતમુહૂર્ત

અમદાવાદમાં મેટ્રો ફેઝ 2ની કામગીરીનું ખાતમહુર્ત કરશે. :ડાયમંડ બુર્સ ખાતે આયોજીત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મંત્રી કિશોર કાનાણી ,સાંસદ દર્શના જરદોશ,સાંસદ સી,આર,પાટીલ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે

સુરત : વડાપ્રધાન મોદી સોમવારે સુરતીઓને મેટ્રોની ભેટ આપશે પીએમ મોદી ૧૮મી જાન્યુઆરી એટલે સોમવારના રોજ સવારે 9.30 કલાકે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સુરત મેટ્રો ટ્રેન પ્રોજેકટનું ભૂમિપુજન કરશે. આ વેળાએ સુરત ખાતેના ડાયમંડ બુર્સ ખાતે આયોજીત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સામાજિક ન્યાય અને અધિકારીતામંત્રી ઈશ્વર પરમાર, આરોગ્યમંત્રી કિશોર કાનાણી, સાંસદ દર્શના જરદોશ, સાંસદ સી. આર. પાટીલ, પ્રભુભાઈ વસાવા, ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત પીએમ મોદી અમદાવાદમાં મેટ્રો ફેઝ 2ની કામગીરીનું ખાતમહુર્ત કરશે. PM Modi Surat Metro

ડાયમંડ સિટી સુરત ખાતે મેટ્રો ટ્રેન પ્રોજેકટ કુલ 12020 કરોડ રૂપિયાના ખર્ચે સાકારિત થશે. જેમાં સુરત મેટ્રો પ્રોજેકટ ફેઝ-1 અંતર્ગત સરથાણાથી ડ્રીમ સિટી 21.61 કિ.મી. વિસ્તારમાં 20 જેટલા સ્ટેશનોનું નિર્માણ થશે. સરથાણાથી નેચર પાર્ક, વરાછા ચોપાટી ગાર્ડન, સ્વામિનારાયણ મંદિરના સ્ટેશનો એલીવેટેડ જયારે કાપોદ્રાથી લાભેશ્વર ચોક, સેન્ટ્રલ વેરહાઉસ, સુરત રેલ્વે સ્ટેશન, મસ્કતી હોસ્પિટલ, ચોકબજાર સુધીના અંડરગ્રાઉન્ડ સ્ટેશનો બનશે. PM Modi Surat Metro

આગળ જતા કાદરશાની નાળ, મજુરાગેટ(ઈન્ટર કનેકટેડ સેન્ટર), રૂપાલી કેનાલ, અલથાણ ટેનામેન્ટ, વી.આઈ.પી. રોડ, વુમન આઈ.ટી.આઈ., ભીમરાડ, કન્વેન્શન સેન્ટર તથા ડ્રીમ સીટી સુધી એલીવેટેડ સ્ટેશનો બનશે. કાપોદ્રા થી ગાંધીબાગ સુધીના 6.47 કિ.મી.ના છ જેટલા અન્ડર ગ્રાઉન્ડ સ્ટેશનો બનશે. જેમાં પ્રથમ ફેઝની ડ્રીમ સિટી ખજોદથી કાદરશાની નાળ સુધી 11.6 કિ.મી. માટે 779 કરોડ રૂપિયાનું ટેન્ડર મંજુર થયું છે, જયરે કાપોદ્રાથી સુરત રેલ્વે સ્ટેશન સુધી 3.55 કિ.મી. સુધી 1073 કરોડ રૂપિયાના ખર્ચે તથા રેલ્વે સ્ટેશનનથી ચોકબજાર સુધી 3.46 કિ.મી. સુધી 941 કરોડ રૂપિયયાના ખર્ચે ટેન્ડરો મંજુર કરવામાં આવ્યા છે.

મેટ્રો ટ્રેનના બીજા ફેઝમાં ભેસાણથી સારોલી સુધીના 18.74 કિ.મી.ના વિસ્તારમાં 18 સ્ટેશનોનું નિર્માણ થશે. જેમાં ભેસાણ, બોટનિકલ ગાર્ડન, ઉગત વારીગૃહ, પાલનપુર રોડ, એલ.પી.સવાણી રોડ, પરફોર્મિંગ આર્ટ સેન્ટર, અડાજણ ગામ, એકવેરીયમ, બંદરીનારાયણ મંદિર, અઠવા ચોપાટી, મજુરાગેટ, ઉધના દરવાજા, કમેલા દરવાજા, આંજણા ફાર્મ, મોડલ ટાઉન, મગોબ, ભરત કેન્સર હોસ્પિટલથી સારોલી સુધી મેટ્રો ટ્રેનનું નિર્માણ થશે. મેટ્રો ટ્રેનનું નિર્માણ થવાથી લોકોને યાતાયાતની સગવડામાં વધારાની સાથે નિયત સમયમર્યાદામાં ગતવ્ય સ્થાનો પર પહોચી શકશે. PM Modi Surat Metro

સોમવારે પીએમ મોદી દ્વારા મેટ્રો ફેઝ 2ની કામગીરીનું ખાતમહુર્ત થશે. હવે અમદાવાદથી ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેન દોડાવશે જેને લઈને કામગીરી હવે યુધ્ધના ધોરણે શરુ કરી દેવાઈ છે. મેટ્રો ટ્રેન ફેઝ 2ની કામગીરી મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર મહાત્મા મંદિર સુધી દોડાવાશે. જે કુલ 22.8 કિ.મી. રૂટ પર 20 સ્ટેશન રહેશે મેટ્રો ફેઝ2ની કામગીરીનો કુલ ખર્ચ 5384 કરોડનો થશે. નોંધનીય છે કે આગામી ઓગસ્ટ 2022 સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાનું ટાર્ગેટ નક્કી કરાયો છે.

(10:14 pm IST)
  • ગુલામ મુસ્તફા ખાન સાહેબનું નિધન: નરેન્દ્રભાઈએ શોક વ્યક્ત કર્યો મુંબઈઃ ભારતીય શાસ્ત્રીય સંગીતકાર ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન સાહેબનું નિધન થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુલામ મુસ્તફા ખાન સાહેબના નિધન અંગે શોક વ્યકત કર્યો છે. access_time 8:30 pm IST

  • દેશમાં કોરોના હાંફી ગયો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 12,948 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05, ,71,658 થઇ :એક્ટિવ કેસ 2,05,573 થયા: વધુ 13,164 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,09,048 થયા :વધુ 136 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,447 થયા access_time 11:58 pm IST

  • એક કરોડની લાંચનો મામલો સીબીઆઈ ત્રાટકી: ત્રણની ધરપકડ CBI (કેન્દ્રીય તપાસ બ્યૂરો)એ 1985ના એક વરિષ્ઠ રેલવે અધિકારી મહેન્દ્રસિંહ ચૌહાણ સહિત 3ની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. ૧ કરોડ રૂપિયાની લાંચ મામલે ત્રણેયને ઝડપ્યા હોવાના અહેવાલો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે access_time 8:40 pm IST