Gujarati News

Gujarati News

News of Tuesday, 17th January 2023

સુરતના લિંબાયત વિસ્તારમાં રમતા રમતા એક વર્ષીય બાળકી પાણી ભરેલા ટબમાં પડી જતાં બાળકીનું મોત.

બાળકીની માતા સાફ સફાઈ કરી કચરો ફેંકવા બહાર ગઈ હતી. ત્યારે બાળકી રમતા રમતા પાણીના ટબમાં પડી ગઈ

સુરતના લિંબાયત વિસ્તારમાં રમતા રમતા એક વર્ષીય બાળકી પાણી ભરેલા ટબમાં પડી જતાં બાળકીનું મોત થયું.  લિંબાયત વિસ્તારમાં આવેલા હનુમાન મંદિર નજીક રહેતા સિરાજભાઈ શેખ ટેક્સટાઈલ માર્કેટમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની એક વર્ષની પુત્રી ફાતિમા ઘરમાં રમી રહી હતી. દરમિયાન બાળકીની માતા સાફ સફાઈ કરી કચરો ફેંકવા બહાર ગઈ હતી. ત્યારે  બાળકી રમતા રમતા પાણીના ટબમાં પડી ગઈ હતી.

માતા બહાર ગઈ ત્યાં સુધી બાળકી પાણીના ટબમાં પડી રહી હતી. માતા પરત આવી ત્યારે બાળકીને પાણીમાં ટબમાં જોઈ બુમાબુમ કરી હતી. જેથી પાડોશી અને સબંધીઓ ત્યાં આવી બાળકીને તાત્કાલિક નજીકના દવાખાને લઈ ગયા. જો કે ડોક્ટરે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાનું કહેતા 108ને બોલાવી બાળકીને સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબો દ્વારા બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી. બાળકીના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

 

(11:08 pm IST)