Gujarati News

Gujarati News

News of Tuesday, 17th January 2023

અમદાવાદમાં પરિણીતા સાથે બિભત્સ વર્તન કરી પતિએ ઢોર માર માર્યો :પત્નીએ નોંધાવી ફરિયાદ

પટ્ટા વડે મોઢાના ભાગે તેમજ અન્ય જગ્યાએ માર માર્યો:ચાકુ લઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી

અમદાવાદ : શહેરના સરદારનગર વિસ્તારમાં પરિણીતાને તેનો પતિ શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. પરિણીતાનો પતિ ઘરે આવીને તેની સાથે બિભત્સ વર્તન કરવા લાગ્યો હતો. જો કે, પરિણીતાએ ના પાડતા ઉશ્કેરાઈને ગંદી ગાળો બોલી અને માર માર્યો હતો. એટલું જ નહીં, પટ્ટા વડે મોઢાના ભાગે તેમજ અન્ય જગ્યાએ માર માર્યો હતો. તેટલું જ નહીં, ચાકુ લઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેથી પરિણીતા ઘરેથી નીકળી જઇને સમગ્ર ઘટનાની જાણ તેના ભાઈને કરી હતી અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

  સરદારનગર ઇન્દિરા બ્રિજ પાસે રહેતી એક પરિણીતાએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, લગ્નના એક વર્ષ સુધી તેના પતિએ તેને સારી રીતે રાખી હતી અને ત્યારબાદ તેનો પતિ નાની નાની વાતોમાં હેરાન-પરેશાન કરવા લાગ્યો હતો. ઘરના કામકાજમાં પણ મેણાં-ટોણાં મારીને તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. જો કે, પરિણીતા તેના પુત્રના સારા ભવિષ્ય માટે આ ત્રાસ સહન કરતી હતી.’

(11:42 pm IST)