Gujarati News

Gujarati News

News of Tuesday, 17th January 2023

રાજ્ય ભરમાં કાળો કેર મચાવનારા વ્યાજખોરો સામે પોલીસ વિભાગે તવાઇ બોલાવી: ગૃહમંત્રી હર્ષ સંઘવી 

અમાનવીય દ્રષ્ટિકોણથી જેમણે વ્યાજખોરી કરી છે તે જેલ હવાલે :આગામી દિવસોમાં નિર્દોષ લોકોને લૂંટનારા તત્વો સામે કાર્યવાહી તેજ કરાશે

અમદાવાદ :ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ. રાજ્ય ભરમાં કાળો કેર મચાવનારા વ્યાજખોરો સામે પોલીસ વિભાગે તવાઇ બોલાવી છે. ત્યારે આ પ્રકારની કાર્યવાહી આગામી દિવસોમાં પણ યથાવત રહેશે તેમ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું છે.હર્ષ સંઘવીનું માનવું છે કે અમાનવીય દ્રષ્ટિકોણથી જેમણે વ્યાજખોરી કરી છે તે જેલ હવાલે છે. તેમજ આગામી દિવસોમાં નિર્દોષ લોકોને લૂંટનારા તત્વો સામે કાર્યવાહી તેજ કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગૃહ વિભાગે વ્યાજખોરો સામે જોરદાર તવાઈ બોલાવી છે.ગુજરાતમાં પાછલા બે અઠવાડિયામાં 1026 વ્યાજખોરો સામે ગુના દાખલ થયા છે.ગુજરાતમાં 16 જાન્યુઆરી સુધીમાં પોલીસ દ્વારા 1288 લોક દરબાર યોજાય છે, જેમાં 622 FIR દાખલ થઈ છે. તો 635 વ્યાજખોરોની અત્યાર સુધીમાં ધરપકડ થઈ છે.

 રાજ્યમાં બેફામ વ્યાજ ઉઘરાવતા તત્વો સામે નાગરિકોને પોલીસે સુરક્ષા કવચ આપ્યું છે. અનઅધિકૃત વ્યાજખોરીનો વ્યવસાય કરીને નિર્દોષ નાગરિકો પાસેથી વ્યાજના નામે બેફામ રૂપિયા ઉઘરાવતા તત્વો સામે નાગરિકોને પોલીસ સુરક્ષા કવચ આપી રહી છે.

રાજ્યમાં ઠેર-ઠેર યોજાયેલા પોલીસના લોક દરબારમાં કેટલાક પોલીસ કર્મચારીઓ અને અધિકારી વિરૂદ્ધ નનામી ફરિયાદો મળી છે. જેમાં કેટલાક પોલીસ કર્મચારીઓ વ્યાજ ખોરીનો ધંધો કરતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગૃહ વિભાગે વ્યાજખોરીનો ધંધો કરતા પોલીસ અધિકારીઓ સામે પણ તપાસના આદેશ આપ્યા છે.

(8:19 pm IST)