Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

રાજપીપળા પોલીસની સરાહનીય કામગીરી : પરિવારથી વિખૂટા પડેલા બે બાળકોનો પરિવાર સાથે મેળાપ કરાવ્યો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા :નર્મદા પોલીસ ઘણીવાર પ્રજાલક્ષી પ્રશંસનીય કાર્ય કરી લોકોમાં પોલીસ માટે રહેલી ખોટી ધારણા કે ડર દૂર કરે છે ત્યારે હાલમાં પણ વિખૂટા પડેલા બાળકોનું પરિવાર સાથે મિલન કરાવી ઉમદા કાર્ય કર્યું છે

 મળતી વિગત અનુસાર રાજપીપળા પોલીસ ને  ટાઉન પેટ્રોલિંગ દરમ્યાન કાલાઘોડા વિસ્તાર માંથી બે બાળકો મળી આવતા તેમની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ બે બાળકો રમતા રમતા અહીંયા સુધી આવી પહોંચ્યા હતા અને ઘરે જવાનો રસ્તો ભૂલી ગયા હોવાનું બાળકો એ જણાવ્યું હતું જેથી બન્ને બાળકોને પોલીસ સ્ટેશન લાવી તાત્કાલિક તેમના માતા-પિતાની શોધ કરી તેમનો સંપર્ક કરતા જાણવા મળેલ કે આ બાળકો ટેકરા ફળિયામાં રહેતા કમલેશભાઈ વસાવા તથા રવિભાઈ વસાવાના હોય જેથી તેમના આધાર પુરાવા ચેક કરી બંને બાળકોને રાજપીપળા પોલીસે તેમના માતા પિતાને સોંપી સરાહનીય કામગીરી કરી દેખાડી છે.

   
(10:30 pm IST)