Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

આઈસીઆઈસીઆઈ પ્રુડેન્‍શિયલ લાઈફ ઈન્‍સ્‍યોરન્‍સનો રિટાયર્મેન્‍ટનો અભ્‍યાસમાં

(કેતન ખત્રી), અમદાવાદઃ અત્‍યારે ભારતીયોના જીવનમાં સૌથી મહત્‍વપૂર્ણ સીમાચિરૂપ અભિગમો પૈકીનો એક સીમાચિ અભિગમ છે - નિવળત્તિ તેમના જીવનની સફરમાં એક વિરામ છે, નહીં કે અંત.' આનો ખુલાસો આઇસીઆઈસીઆઈ પ્રુડેન્‍શિયલ લાઇફ ઇન્‍સ્‍યોરન્‍સે તાજેતરમાં હાથ ધરેલા અભ્‍યાસ  ભારત નિવળત્તિ માટે તૈયાર છે? માં થયો છે. આ અભ્‍યાસ નિવળત્તિની યોજના પ્રત્‍યે ભારતીયોના અભિગમને સમજવા માટે થયો હતો.આ અભ્‍યાસના તારણો પર આઇસીઆઇસીઆઈ પ્રુડેન્‍શિયલ લાઇફ ઇન્‍સ્‍યોરન્‍સના ચીફ માર્કેટિંગ ઓફિસર શ્રી મનિષ દુબેએ કહ્યું હતું કે, ભારતમાં ઝડપથી નિવળત્ત લોકોની સંખ્‍યા વધી રહી છે અને વર્ષ ૨૦૩૧ સુધી ૪૧ ટકાનો વધારો દર્શાવે છે.

 ઉપરાંત સરેરાશ આયુષ્‍યમાં વધારો થવાની સાથે લોકોનો એક મોટો વર્ગ લાંબા નિવળત્ત જીવન માટે યોજના બનાવવા સોલ્‍યુશન્‍સ મેળવવા આતુર હશે.આ અભ્‍યાસના તારણો દર્શાવે છે કે, નિવળત્તિને સંપૂર્ણ સંભવિતતા હાંસલ કરવાના સમય તરીકે સકારાત્‍મક રીતે જોવામાં આવે છે.

આ સમયને વ્‍યક્‍તિ નવી શરૂઆત કરી શકે છે અને તેમની રીતે જીવન જીવવાની શરૂઆત કરી શકે છે એ રીતે જોવામાં આવે છે. મોટી સંખ્‍યામાં વ્‍યક્‍તિઓ નિવળત્તિના ગાળાને મેઇન્‍ટેનન્‍સ, અપગ્રેડેશન અને વળદ્ધિના તબક્કા તરીકે જુએ છે.

 ૮૩ ટકા ઉત્તરદાતાઓએ સંકેત આપ્‍યો છે કે, તેઓ તેમની નિવળત્તિના ગાળામાં હાલની જીવનશૈલી જાળવી રાખવાની બાબતને સૌથી વધુ પ્રાથમિકતા આપે છે.

(11:58 am IST)