Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

ગુજરાતી ગાયિકા કિંજલ દવેએ સગાઇ તૂટયા બાદ સોશ્‍યલ મીડિયા પર ભાવુક પોસ્‍ટ શેર કરી

‘સબ કો મિલ જાયે મંઝિલ યે જરૂરી તો નહીં, જિંદગી રાહ-એ-સફર હૈ, તુમ યુ હી ચલતે રહના'ની સ્‍ટોરીએ ચર્ચા જગાવી

અમદાવાદઃ ગુજરાતની ગાયિકા કિંજલ દવેને કોણ નથી ઓળખતું. ગુજરાતની ગલીઓ અને લગ્નોમાં બાળકો પણ કિંજલ દવેના ગીતો પર ડાન્સ થાય છે. ત્યારે કિંજલ દવેની સગાઈ તૂટવાના સમાચારે સૌને વિચારમાં મૂક્યા હતા. હાલ ચારેતરફ ગુજરાતી ગાયિકાની સગાઈ તૂટવાના જ સમાચાર ચર્ચાઈ રહ્યાં છે. જોકે, કિંજલ દવેએ અત્યાર સુધી સગાઈ તૂટવાના મામલે કોઈ સ્પષ્ટતા કરી નથી. પરંતું પાંચ વર્ષની સગાઈમાં મંગેતર પવન જોશી સાથેની તમામ તસવીરો કિંજલ દવેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી હટાવી દીધી છે. જે બતાવે છે કે કિંજલ દવેની સગાઈ તૂટી છે. ત્યારે કિંજલ દવેએ સગાઈ તૂટ્યા બાદ ફેસબુક પર એક પોસ્ટ મૂકી હતી. પરંતુ તેના બાદ તેમણે ઈન્સ્ટાગ્રામ પર મૂકેલી એક સ્ટોરી ચર્ચા જગાવી રહી છે.  

ગુજરાતની જાણીતી સિંગર કિંજર દવેના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. દેખાવમાં રૂપકડી એવી કિંજલનો અવાજ પણ ભારે સુરીલો છે. ત્યારે ગુજરાતી સિંગર કિંજલ દવેની સગાઈ તૂટવાના સમાચાર સામે આવ્યા છે. પાંચેક વર્ષ અગાઉ પવન જોશી સાથે કિંજલ દવેએ સગાઈ કરી હતી. પરંતુ હવે સગાઈ તૂટવાના સમાચારા વાયુવેગે ફેલાયા છે. કિંજલ દવેની સગાઈ સાટા પદ્ધતિથી કરાઈ હતી, અને આ જ કારણે તેની સગાઈ તૂટી.

સગાઈ તૂટ્યા બાદથી ગુજરાતી સિંગર કિંજલ દવેએ જાણે મૌન પાળ્યું છે, પરંતું તેમણે શેર કરેલી એક ઈન્સ્ટા સ્ટોરી પણ દર્દભરી પોસ્ટ છે. જેમાં તેમણે લખ્યું છે કે, સબ કો મિલ જાયે મંઝિલ યે જરૂરી તો નહિ, જિંદગી રાહ-એ-સફર હૈ, તુમ યુહી ચલતે રહેના, ચિરાગો કી તરહ રાહ મે જલતે રહેના, હર અંધેરે કો ઉજાલો મેં બદલતે રહેના.

સગાઈ બાદ પહેલી પોસ્ટ
સગાઈ તૂટ્યાના ત્રણ ચાર દિવસ થઈ ગયા બાદ કિંજલ દવે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પહેલી પોસ્ટ શેર કરી છે. જેમાં તેઓ હીચકા પર બેઠેલા જોવા મળી રહ્યા છે. પોસ્ટ શેર કરતાં કિંજલ દવે કેપ્શનમાં લખ્યું છે કે, "જિંદગી તમને જ્યાં પણ રોપે, આકર્ષણ રીતે ખીલો, શુભ સવાર".

કેવી રીતે તૂટી કિંજલની સગાઈ
કિંજલ દવેનો જન્મ ઉત્તર ગુજરાતના પાટણના નાનકડા એવા ગામ જેસંગપરાના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેના ગરબા, લગ્ન ગીત, લોકડાયરો અને સંતવાણી જેવા કાર્યક્રમોએ તેને ભારે ફેમસ બનાવી દીધી છે. પાંચ વર્ષ પહેલા ચાહકોની આવી લાડલી કિંજલના સગાઈના સમાચાર મળ્યા હતા. કિંજલની સગાઈ તેના બાળપણના મિત્ર એવા પવન જોશી સાથે થઈ હતી. સાટા પદ્ધતિથી કિંજલ અને તેના ભાઈ આકાશની સગાઈ કરવામાં આવી હતી. કિંજલના ફિયોન્સ પવનની બહેન સાથે આકાશ દવેની પણ સગાઈ કરાઈ હતી. પવન જોશીની બહેને અન્ય જગ્યા એ કોર્ટ મેરેજ કરી લેતા કિંજલ દવેની પણ સગાઈ તૂટી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

(5:24 pm IST)