Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

સુરત નવી સિવિલમાં સિઝનલ ફ્લૂના કેસમાં વધારો : તાત્કાલિક ધોરણે આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો

ઓપીડીમાં પ્રતિદિન શરદી, ખાંસી સહિત તકલીફ ધરાવતા 200 જેટલા દર્દીઓ સારવાર અર્થે આવે છે

સુરત : સુરતમાં  કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે. આ સાથે સીઝનલ ફ્લૂના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે નવી સિવિલમા ટીબી વિભાગની ઓપીડીમાં પ્રતિદિન શરદી, ખાંસી સહિત તકલીફ ધરાવતા 200 જેટલા દર્દીઓ સારવાર અર્થે આવે છે. આવા સંજોગોમાં નવી સિવિલ ખાતે સ્ટેમ સેલ બિલ્ડિંગમાં સીઝનલ ફલૂના દદીઓ માટે 10 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે

   
 
(9:18 pm IST)