Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

તહેવારમાં માતમ છવાયો : અમદાવાદ-વડોદરા હાઇવે ઉપર ટ્રેલરની પાછળ કાર ધુસી જતા ૧૦ના મોત

કારનું રજીસ્ટ્રેશન કિરણ ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ ના નામે : અમદાવાદ પાસીંગની કાર છે

રાજકોટ::અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપર નડિયાદ પાસે ટ્રેલરની પાછળ કાર ધુસી જતા ૧૦ના મોત થતા હાહાકાર મચી ગયો છે એક સાથે 10 ના મોતથી હાઇવે ઉપર મૃતદેહ સાથે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા બનાવની જાણ થતા પોલીસ તથા 108 એમ્બ્યુલન્સ ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આજે રામ નવમીના દિવસે જ આ અકસ્માત સર્જાતા તહેવારમાં માતમ છવાયો છે.

   કાર વડોદરા થી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના સર્જાઇ હતી ઘટના સ્થળે જ ૮  વ્યક્તિના મોત થયા હતા. જ્યારે બે વ્યક્તિના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજયા હતા. અકસ્માત બાદ હાઇવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો દુર્ઘટના ગ્રસ્ત થયેલ કાર અમદાવાદ પાસીંગની છે જેના નંબર જીજે 27 ઈસી 2578 છે. કિરણ ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ ના નામ ઉપર આ કારનું રજીસ્ટ્રેશન થયેલું છે ઘટનાની જાણ થતા જ જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા

(4:46 pm IST)