Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી: અમરેલી 44 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર : અમદાવાદમાં તાપમાન પારો 42 ડિગ્રીએ

કચ્છ, પોરબંદર, જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાં હીટવેવની શક્યતા

ગુજરાતમાં આજે આગ ઝરતી ગરમીનો અનુભવ થય છે. 44 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો હતો. રાજ્યના 13 શહેરોમાં આજે 40 ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું છે

   . હવામાન વિભાગ અનુસાર, કચ્છ, પોરબંદર, જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાં હીટવેવની શક્યતા છે. આગામી બે દિવસ બાદ રાજ્યના તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે.
આજના મહત્તમ તાપમાન મુજબ અમદાવાદમાં 42.2 ડિગ્રી, ડીસામાં 40.7, ગાંધીનગરમાં 40.4, વલ્લભ વિદ્યાનગરમાં 41.5, વડોદરામાં 43.6, સુરતમાં 42.1, ભુજમાં 41.6, નલિયામાં 39.6, કંડલા પોર્ટમાં 36.8, અમરેલીમાં 44, ભાવનગરમાં 41.7, દ્વારકામાં 31.2, પોરબંદરમાં 39.6, રાજકોટમાં 43.8, વેરાવળમાં 34.2, સુરેન્દ્રનગરમાં 43.4, મહુવામાં 43.4 અને કેશોદમાં 42.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
આજના લઘુત્તમ અમદાવાદમાં 26 ડિગ્રી, ડીસામાં 25.7, ગાંધીનગરમાં 25.5, વલ્લભ વિદ્યાનગરમાં 27.1, વડોદરામાં 25, સુરતમાં 29, ભુજમાં 26, નલિયામાં 23.4, કંડલા પોર્ટમાં 26.5, અમરેલીમાં 27.6, ભાવનગરમાં 28.2, દ્વારકામાં 26.2, ઓખામાં 25.7, પોરબંદરમાં 26, રાજકોટમાં 24.5, વેરાવળમાં 26.7, સુરેન્દ્રનગરમાં 27, મહુવામાં 23.9, કેશોદમાં 25.3 ડિગ્રી લઘુત્તમ તામપાન નોંધાયું છે.

   
(10:36 pm IST)