Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

બાળકોના મનમાં જીજ્ઞાસા વધારશે રોબો, સર્જનાત્મકતાની ક્ષમતા વધશે : નરેન્દ્રભાઇ

અમદાવાદ સાયન્સ સીટીના ૩ પ્રોજકટોનું લોકાર્પણ કરતા વડાપ્રધાન

અમદાવાદ, તા. ૧૭ :  નરેન્દ્રભાઇએ જણાવેલ કે અમદાવાદમાં સાયન્સ સીટીમાં બનેલ પ્રોજેકટ બાળકોની સર્જનાત્મકતા વધારશે. રોબોટ ગેલેરીમાં રોબોટથી વાતચીત કરવાનું તો આકર્ષણનું કેન્દ્ર રહેશે જ. રોબોટીક ક્ષેત્રમાં કામ કરનાર યુવાઓને પણ પ્રેરિત કરશે. બાળપણમાં પણ જીજ્ઞાસા વધારશે.

સ્પેશ અને ડીફેન્સ જેવા ક્ષેત્રમાં રૂચી વધારવાની સાથે રોબો કાફેમાં રોબો શેફના હાથે બનાવેલ અને રોબો વેઇટર દ્વારા પીરસવામાં આવેલ ભોજન આરોગીને લોકોને વારંવાર અહીં આવવાનું મન થશે. નરેન્દ્રભાઇએ ગઇકાલે સાયન્સ સીટીમાં આકાર પામેલ વિવિધ વિભાગોનું લોકાર્પણ કરેલ.

નરેન્દ્રભાઇએ વધુમાં જણાવેલ કે બાળકોના સ્વાભાવિક વિકાસ માટે મનોરંજનની સાથે શીખવા અને તેમને ક્રીએટીવટીને જગ્યા મળશે. અમદાવાદનો સાયન્સ સીટી એક એવો પ્રોજેકટ છે, જે રિ-ક્રિએશન અને રિ-ક્રિએટીવીટીને જોડે છે એમાં એવી રિ-ક્રિએશ્નલ એકટીવીટીઝ છે જે બાળકોમાં સર્જનાત્મક વધારે છે. ઉપરાંત તેમણે વધુમાં વધુ બાળકો અહીં આવે, સ્કુલોની નિયમિત ટુર થાય તેવી ઇચ્છા વ્યકત કરેલ.

(3:23 pm IST)