Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

સુરતમાં શ્રમજીવી મહિલાના પતિના પર્સમાંથી 4500 રોકડ સહીત મોબાઈલ ચોરી ગઠિયો છૂમંતર.....

સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં મગદલ્લાની શ્રમજીવી મહિલા દર્દીના પતિને  ભેટી ગયેલો અજાણ્યો ગઠિયો રોકડા રૃા.4500 અને મોબાઈલ લઈને  છૂ થઇ ગયો હતો. ં સિક્યુરિટી ગાર્ડને ઘટનાની જાણ કરવા છતાં તેમણે કોઇ પ્રકારની મદદ કરી ન હતી.

સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ મગદલ્લા ખાતે ગોલ્ડ બિલ્ડિંગની બાજુમાં રહેતા સંજીલાબેન નાયેકાભાઇ ડામોરને ત્રણ દિવસ પહેલા પ્રસૃતિની પીડા ઉપડતા પરિવારના સભ્યો સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. અહીં તેમણે એક બાળકને જન્મ આપ્યો છે. આજે સવારે નાયેકાભાઇ પહેલા મળે ગાયનેક વોર્ડની બહાર ઉભા હતા. ત્યારે એક અજાણ્યો ગઠિયો તેમની પાસે આવીને  કાગળિયા બનાવવાના મુદ્દે વાત કરી હતી. ત્યાર બાદ તેમને ૬ નંબરની ઓ.પી.ડી પાસે લઇ ગયો હતો. અને ગઠીયાએ તેની સાથે કાગળીયા બનાવી આપવાની મિઠી વાતો કરીને ભોળવીને રૃા.4500  કઢાવી લીધા હતા. તેમજ તેમના બનેવીનો 6 હજારની કિંમતનો મોબાઈલ લઈ ને  ત્યાંથી છું થઇ ગયો હતો.

લાંબા સમય સુધી તે પરત નહી ફરતા નાયેકાભાઇએ ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડ પાસે મદદ માંગી હતી. જોકે સિક્યુરિટી ગાર્ડે  તેમની કોઈ મદદ નહીં કરી હોવાનુ તેમના સંબંધીએ કહ્યુ હતુ. ત્યાર બાદ તેઓ  સિવિલ ખાતેની પોલીસ ચોકીમાં ગયા હતા અને રજૂઆત કરી હતી. સિવિલમાં રોજના સારવાર માટે આવતા હજારો દર્દીઓ તેમજ ડોક્ટર સહીત સ્ટાફની સુરક્ષા અને સલામતી માટે હાલમાં જ એક નવા સુપરવાઈઝર સહિત અન્યની અંડરમાં સિક્યુરિટી ગાર્ડની ફોજ ઉતારવામાં આવી છે. જેમાં મોટા ભાગના સિક્યુરિટી ગાર્ડ સુરક્ષાને મુદ્દે કેટલાક કાબિલ અને સક્ષમ છે. પણ અમુક  માત્ર ટોળા કરી  ટાઈમપાસ કરે છે. અને મન માની ચલાવે છે.

(5:34 pm IST)