Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

વડોદરાના ડભોઇ રોડ નજીક કર્ફ્યુમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરનાર યુવક સહીત મિત્રો વિરુદ્ધ ગુનો દાખલ

 

વડોદરા: શહેરના ડભોઇ રોડ ગણેશનગર પાસે કરફ્યૂમાં જાહેરમાં કેક કાપીને બર્થડે ઉજવનાર યુવક અને તેના મિત્રોની સામે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગઇકાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો.જેમાં ડભોઇ રોડ ગણેશનગર પાસે કેટલાક યુવકો જાહેરમાં બર્થડે ઉજવતા હતા.અને કોઇએ માસ્ક પહેર્યુ નહતું.તથા સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું નહતું.પોલીસે ગણેશનગર જઇને તપાસ કરતા ડભોઇ રોડ ગણેશનગર માળી મહોલ્લામાં રહેતો રવિ અશોકભાઇ માળી ની બર્થડે હતી.અને તેણે પોતાના સાત મિત્રો સાથે મળીને બર્થડે ઉજવી  હતી.કરફ્યૂના સમય દરમિયાન બર્થડે ઉજવનાર () રવિ ()ંમેહુલ અશોકભાઇ માળી() વિશાલ ઉર્ફે ભોલો સંતોષભાઇ વસાવા ()બાલકૃષ્ણ ઉર્ફે કાનો ચીમનભાઇ માળી ()સચિન ડાહ્યાભાઇ પરમાર ને પોલીસે ઝડપી પાડયા  હતા.જ્યારે રવિના અન્ય બે મિત્રો અજય અને અજીત પણ બર્થડેની ઉજવણીમાં સામેલ હોય પોલીસે તેમની પણ શોધખોળ હાથ ધરી છે

(5:47 pm IST)