Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

`રઢિયાળી રાત’ સ્વરાંજલિ કાર્યક્ર્મના પ્રેરક આયોજન બદલ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીને અભિનંદન અને શુભેચ્છા પાઠવતા ગુજરાત રાજ્યના સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ નિમિત્તે -- એમની બાલ્યાવસ્થાની લીલાભૂમિ રાજકોટ ખાતે

-- રઢિયાળી રાત (પ્રાચીન લોકગીતો)ના ઑન-લાઈન સ્વરાંજલિ કાર્યક્ર્મનું 18 જુલાઈ 2021 ને રવિવારે -- સાંજે 5 કલાકથી ઈન્ટરનેટ www.eevents.tv/meghani પર જીવંત પ્રસારણ થશે. ખ્યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, લલિતાબેન ઘોડાદ્રા, રાધાબેન વ્યાસ અને નીલેશ પંડ્યા ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત પ્રાચીન લોકગીતોની રમઝટ બોલાવશે. જાણીતા સંગીતકાર અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પંકજ ભટ્ટનું સૂરીલું સંગીત નિયોજન છે.ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી (મો. 9825021279) સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્યના સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પિનાકી મેઘાણીને આ પ્રેરક આયોજન બદલ અભિનંદન અને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતીની ઉજવણી માટે ગુજરાત સરકારની રાજ્યકક્ષાની ઉચ્ચસ્તરીય સમિતિના અધ્યક્ષપદે પણ ભુપેન્દ્રસિંહ ચુડાસમા છે.  
 

(11:01 pm IST)