Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

મોવી પાસેથી ગાયો ભરેલી ગાડી સહિત રૂ.1.67 લાખના મુદામાલ સાથે 2 શખ્સોને ઝડપી પાડતી સાગબારા પોલિસ

(ભરત શાહ દ્વારા)  સાગબારા પોલીસે મોવી પાસેથી ગાયો ભરેલી પિક અપ ગાડી સાથે બે શખ્સો ને પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સાગબારા પીએસીઆઈ કે.એલ. ગલચરે બાતમીના આધારે વોચ ગોઠવી મોવી ગામ નજીક થી પસાર થતી પીકઅપ ગાડી અટકાવી તપાસ કરતા તેમાં ગાયો નંગ -૨ જેની કિં રૂ .30,000 એક વાછરડુ જેની કિં.રૂ. પ,૦૦૦ બળદ નંગ ૧ જેની કીંમત રૂપિયા ૧૦,૦૦૦ ખીચોખીચ હાલતમાં ધાસચારા પાણીની સગવડ વગર રાખી લોકોની ધાર્મિક લાગણી દુભાય તે રીતે કતલ કરવાના ઇરાદે ભરી લાવી કુલ રૂ .૧,૬૭,૦૦૦ - ના મુદામાલ સાથે દિનેશ પાચિયાભાઈ વસાવા અને વિનોદ ભારજીભાઈ વસાવા (રહે.બન્ને રહે - સોરાપાડા તા. સાગબારા) ને પકડી ગુનો દાખલ કર્યો છે.

(11:52 pm IST)