Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

રસ્તાના પડેલા ખાડાઓ પુરાણ કરવા મ્યુ. કમિશ્નરની સૂચના

શહેરીજનોને રસ્તા પર ખાડાઓથી છુટકારો મળશે : એન્જીનીયર વિભાગ પ્રોજેકટ પિરાણા ડમ્પીગ સાઇટમાંથી નીકળતા માટી-ડેબ્રિસ- રોડ પથ્થરનો ઉપયોગ કરવા સુચના

અમદાવાદ,તા.૧૬ : શહેરમાં સામાન્ય વરસાદ પડે અને શહેરના રસ્તાઓ ખાડા નગરી બની જાય. રોડ રસ્તાઓનું ધોવાણ થઇ જાય છે. ત્યારે એએમસી કમિશનર મુકેશ કુમારે ખાડાઓ અને એએમસી એન્જીનીયર વિભાગના પ્રોજેકટમાં પિરાણા ડમ્પીગ સાઇટમાંથી નીકળતા માટી અને ડેબ્રિસ- રોડ પથ્થરનો ઉપયોગ કરવા સુચના આપી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પિરાણા ડમ્પ સાઇટ પર એકત્ર થયેલા લિગાસી વેસ્ટને એજન્સીઓ પાસેથી ટ્રોમેલ મશીનો મેળવી બાયોમાઇનીંગ પ્રોજેક્ટથી નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી રહેલ છે.

            લિગાસી વેસ્ટ પ્રોસેસીંગની આ કામગીરી દરમિયાન ઇનર્ટ અને સી એન્ડ ડી મટીરીયલ મોટી માત્રામાં નિકળે છે. જેને મ્યુનિસિપલ કોર્પોરેોસનના ચાલતા પ્રોજેકટ કે એન્જિનીયરીંગ વિભાગ દ્વાર ઝોન - વોર્ડમા આવેલ ખાડાઓ , ખુલ્લા પ્લોટો કે અન્ય લો લાઇગ વિસ્તારોમાં જમીન સમથળ કરવા સારૂફિલીગ કરવા માટે ઉપયોગમાં લેવા માટે જાણાવવામાં આવે છે. બાયોમાઇનીગમાંથી નિકળતા ઇનર્ટ અને સી એન્ડ ડી મટીરીયલનો જરૂરિયાત મુજબનો જથ્થો મેળવવા માટે જે તે ઝોનમાં પ્રોજેક્ટના એન્જીનિયરીંગ વિભાગે સમક્ષ સત્તાની મંજૂરી મેળવી તેની નકલ સોલિડ વેસ્ટ વિભાગને મોકલી આપવાની રહેશે.

(9:51 pm IST)